BREAKING NEWS

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા દેશી અવતારમાં પહોંચી દુર્ગા પૂજામાં

  • October 01, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવુડ-હોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલ ભારતમાં છે અને આ વખતે તેઓ દુર્ગા પૂજા પંડાલમાં પહોંચી હતી. અહીં પ્રિયંકાએ અયાન મુખર્જી અને તનિષા મુખર્જી સાથે મુલાકાત કરી અને તેમને ગળે મળ્યાં અને માતા દુર્ગાના દર્શન કર્યા હતા.


પ્રિયંકા આ અવસરે બ્લુ કલરના સુંદર સુટમાં નજરે પડી હતી. માથા પર દુપટ્ટો, માગમાં સિંદૂર, મેચિંગ બિન્દી અને ઝુમકા સાથે તેમણે પોતાનો દેશી અવતાર કમ્પ્લીટ કર્યો. સાઈડ-પાર્ટેડ હેરબન અને સબટલ મેકઅપ સાથે પ્રિયંકા ખૂબ જ ગૉર્જિયસ લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો જોરશોરથી વાયરલ થઈ રહી છે. પ્રિયંકાએ સપ્ટેમ્બર મહિનાની કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી, જેમાં તેઓ દીયા મિર્ઝા અને ઈશાન ખટ્ટર સાથે પોઝ આપતી જોવા મળી હતી. તેમની દીકરી માલતી મેરીનો ક્યૂટ ડાન્સ પણ ફેન્સને ઘણો ગમ્યો હતો.


ફિલ્મોની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા એસ.એસ.રાજામૌલીની ફિલ્મ એસએસએમબી29માં જોવા મળશે, જેમાં મહેશ બાબુ લીડ રોલમાં છે. ઉપરાંત તેઓ ક્રિશ 4માં પણ દેખાશે, જેમાં તે ટ્રિપલ રોલ નિભાવશે. આ ફિલ્મનું દિગ્દર્શન ઋતિક રોશન કરશે અને હાલ તે પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News