૫૦ રક્ષકો ચોવીસે કલાક નજર રાખતા હોવા છતાં ગુજરાતમાં દાયકા બાદ જન્મેલું ગોડાવણ પક્ષી ગુમ
૫૦ રક્ષકો ચોવીસે કલાક નજર રાખતા હોવા છતાં ગુજરાતમાં દાયકા બાદ જન્મેલું ગોડાવણ પક્ષી ગુમ
April 28, 2026 04:07 PM
ગુજરાતમાં લગભગ દાયકાના અંતરે જંગલમાં જન્મેલા મહત્ત્વના ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ(ગોડાવણ)ના ચિકને બચાવવા માટે ૫૦ જેટલા રક્ષકો, ચોવીસે કલાક નજર, સીલ કરાયેલા રસ્તાઓ અને ખાસ બનાવેલા વોચટાવર્સ જેવી કડક વ્યવસ્થા હોવા છતાં, આ તમામ સુરક્ષા નિષ્ફળ સાબિત થઈ છે. જન્મના માત્ર ૨૬ દિવસ પછી જ આ ચિક અચાનક ગાયબ થઈ ગયું છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ૧૮ એપ્રિલ પછીથી આ ચિક દેખાયું નથી. ઘણી શોધખોળ છતાં તે પોતાની માતા પાસે પણ જોવા મળ્યું નથી, યારે માતાની લોકેશન સિલ્સ હજુ પણ મળી રહી છે. આ ચિકનો જન્મ ૨૪ માર્ચે કચ્છ વિસ્તારમાં થયો હતો અને તેને ભારતના વીવીઆઈપી માટે રાખવામાં આવતી સુરક્ષા જેવી જ કડક સુરક્ષા આપવામાં આવી હતી. આ ઘટના વિશ્વના સૌથી જોખમગ્રસ્ત પક્ષીઓમાંના એક માટે મોટી આશા હતી. પરંતુ હવે તેના ગાયબ થવાથી રાયની સંરક્ષણ વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાતમાં આ પ્રજાતિ માટે આ એક વધુ મોટો આઘાત છે. ડિસેમ્બર ૨૦૧૮માં રાયનો એકમાત્ર નર ગોડાવણ પણ ગાયબ થઈ ગયો હતો અને આજે સુધી તેની કોઈ ખબર નથી. હાલમાં ગુજરાતમાં માત્ર ત્રણ માદા ગોડાવણ બાકી છે. તાજેતરના જન્મ પછી બાકીની બે માદાઓને ટ્રેકિંગ માટે ટેગ કરવામાં આવી હતી.વન્યજીવન સંસ્થાન સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે આ ઘટના દર્શાવે છે કે નેસ્ટીંગ માટે પૂરતી અને સમયસર સુરક્ષા આપવામાં આવી નહોતી. હવે તપાસ ચાલી રહી છે કે સુરક્ષા વ્યવસ્થા મોડેથી લાગુ કરવામાં આવી હતી કે તેમાં કોઈ ખામી રહી ગઈ હતી. ખાસ કરીને, શું ફેન્સિંગમાં ખાડા હતા જેના કારણે બહારના તત્વો અંદર પ્રવેશી શકયા? પૂર્વ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસે ૨૦૨૨માં રાયના ઊર્જા વિભાગ દ્રારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા એક એફિડેવિટનો ઉલ્લેખ કર્યેા હતો, જેમાં કચ્છ વિસ્તારમાં હાઈ ટેન્શન વીજ લાઈનો અને રિન્યુએબલ એનર્જી પ્રોજેકટસ માટે બાકી રહેલા ગોડાવણોને સ્થળાંતર કરવાની વાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં વન વિભાગની સલાહ લેવામાં આવી નહોતી. હવે ચિકનો કોઈ પત્તો ન લાગતા તે જીવિત હોવાની આશા ધીમે ધીમે ઘટી રહી છે. સંરક્ષણવિદોનું માનવું છે કે જો આ નુકસાન પુષ્ટ્રિ પામે, તો તે આ પ્રજાતિની અતિ સંવેદનશીલ સ્થિતિ અને વધુ સશકત તથા પૂર્વ આયોજન આધારિત સંરક્ષણની તાત્કાલિક જરિયાતને ઉજાગર કરે છે.