BREAKING NEWS

લઘુતમ તાપમાન ઊંચું છતા ઠંડા પવનના કારણે શિયાળાની અનુભૂતિ

  • December 05, 2025 09:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લઘુતમ તાપમાનનો પારો નલીયા અને ગિરનાર પર્વત પર નીચો રહે છે. પરંતુ તે સિવાય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ઊંચો રહે છે. ઠંડા પવનો ફૂકાતા હોવાથી શિયાળાની ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ વાતાવરણમાં ઠંડીની જોઈએ તેવી જમાવટ હજુ થતી નથી.

આખો દિવસ ઠંડા પવનો ફૂકાતા હોવાથી મહત્તમ તાપમાનના પ્રમાણમાં ઘટાડો થયો છે અને મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી થી નીચે આવી ગયું છે. રાજકોટ માં 31.7 અને સુરતમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે઼ તે સિવાય મોટાભાગના શહેરોમાં 30 ડિગ્રી કે તેથી નીચુ મહત્તમ તાપમાન નોંધાયું છે.

લઘુતમ તાપમાન ની વાત કરીએ તો આજે નલિયામાં 11.6 ડિગ્રી રાજકોટમાં 14.2 પોરબંદરમાં 16.5 ઓખામાં 21.5 વેરાવળમાં 19.9 કંડલામાં 17 દ્વારકામાં 19.5 ભુજમાં 14.6 અને ભાવનગરમાં 18.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 17.1 ડીસામાં 14.6 ગાંધીનગરમાં 15.5 સુરતમાં 19.6 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખમાં વરસાદ શરૂ થયો છે પરંતુ તેની અસર ગુજરાત સુધી પહોંચે તેવું લાગતું નથી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી એકાદ સપ્તાહ સુધી લઘુતમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટ રહેશે અને કોઈ મોટો ફેરફાર દેખાતો નથી.

પંજાબ ઉપરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પંજાબમાં કોલ્ડ વેવ કન્ડિશન સર્જાવા પામી છે. આ ઉપરાંત હરિયાણા અને રાજસ્થાનમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application