દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ટી.બી.હરેગા દેશ જીતેગા” થીમ સાથે આરોગ્ય કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ટી.બી.હરેગા દેશ જીતેગા” થીમ સાથે આરોગ્ય કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
December 16, 2025 10:04 AM
દેશભરમાં ચાલી રહેલા ૧૦૦ દિવસના ટી.બી.અભિયાનના ઉપક્રમે “ટી.બી.હરેગા, દેશ જીતેગા” થીમ સાથે જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટી.બી.અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તા.૧૪/૧૨/૨૦૨૫ને રવિવારના દિવસે ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ તાલુકા માંથી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સહિત કુલ ૮ ક્રિકેટ ટીમોએ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભાગ લેનાર તમામ ટીમોને ટી-શર્ટ તથા ટ્રોફીમાં ટી.બી.અંગેના લોગો અને સુત્રો તથા ટી.બી. ની થીમ પર ક્રિકેટ મેદાન પર પ્રચાર-પ્રસાર કરવામાં આવી હતી. આ સમગ્ર ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન જિલ્લા ક્ષય અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવેલ તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખાની યાદીમાં જણાવ્યું છે.