૮૧ ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથકો પર તા.૧૫-૧૬ તથા તા.૨૨-૨૩ નવેમ્બર દરમિયાન સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન વિશેષ કેમ્પનું આયોજન
ચૂંટણી પંચ દ્વારા તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ(SIR)ની કામગીરી પ્રગતિમાં છે. મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે.
જે અન્વયે લોકોને સરળતા રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૧ ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં આગામી તા.૧૫/૧૧/૨૦૨૫, તા.૧૬/૧૧/૨૦૨૫ તથા તા.૨૨/૧૧/૨૦૨૫ અને તા.૨૩/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સબંધિત ભાગના બુથ લેવલ ઓફીસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેઓને પણ બીએલઓ મદદરૂપ થશે. તેમજ વધુ માહિતી માટે ટોલ ફ્રી નં.૧૯૫૦ તથા www.voters.eci.in પર સંપર્ક કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application