BREAKING NEWS

દ્વારકા : દેવભૂમિ પંથકમાં પ્રેમજાળમાં ફસાવી સગીરાનું વીડિયો રેકોર્ડિંગ કરી દુષ્કર્મ

  • October 14, 2025 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિના ઓખામંડળ પંથકમાં રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિડિયો રેકોર્ડિંગ કરી એક તરુણે અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ પોલીસ મથકે નોંધાવાઈ છે. વિડિયો રેકોર્ડિંગ કરી વિડીયો-ફોટા વાયરલ કરવાની ધમકી ઉચ્ચારી ભોગગ્રસ્તના પિતા-ભાઈને પણ ફોન કરી ધમકી આપ્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જાણવા મળતી વિગત મુજબ ઓખા મંડળના ગ્રામ્ય પંથકમાં રહેતા એક પરિવારની ૧૪ વર્ષની સગીર પુત્રી સાથે યેનકેન પ્રકારે મિત્રતા કેળવી, ઉપરોકત વિસ્તારમાં રહેતા એક તરુણ શખ્સ દ્વારા તેણીને પ્રેમજાળમાં ફસાવી લેવામાં આવી હતી. 


ત્યારબાદ તરુણ દ્વારા સગીરા સાથે વીડિયો કોલમાં વાત કરી તેનું વિડીયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ પછી તરુણ શખ્સ દ્વારા સગીરાના ઘરે કોઈ ન હોય ત્યારે તેમજ તેમના ઘર નજીક રહેતા એક મહિલા જ્યારે ઘરે ન હોય ત્યારે પણ આ સગીરા સાથે મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધીને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.


વધુ વિગત મુજબ સગીરાની જાણ બહાર અંગત પળોને માણતા આરોપીએ તેના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં આ વિડીયો તથા ફોટાને વાયરલ કરવાની ધમકી આપી હતી. 


આ તમામ બાબતો અંગે સગીરાએ હિંમત કરી પરીજનોને વાત કરતા તેઓ દ્વારા આરોપી તરુણને સમજાવવા જતા તેણે તેઓની સાથે ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, આરોપી શખ્સ સગીરાના ઘર નજીક આંટાફેરા કરતો હોવા ઉપરાંત જ્યારે તેણી સ્કૂલ જતી, ત્યારે તેની પાછળ પાછળ પણ જતો હતો. આનાથી કંટાળીને તેઓ અન્યત્ર રહેવા ચાલ્યા ગયા હતા.

​​​​​​​
ત્યારબાદ પણ ગત તા. ૧૦ ઓક્ટોબરના રાત્રિના સમયે આરોપીએ ફોન કરીને સગીરાના પિતા તેમજ ભાઈને ધમકી આપ્યાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ પોલીસે સગીરાના પરીજનની ફરિયાદ પરથી આરોપી તરુણ સામે બીએનએસ તથા પોકસો સહિત જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી દ્વારકા ડિવિઝનના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ પી.આઈ. ડી.એન. વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application