BREAKING NEWS

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે વોર્ડ નંબર ૧૫માં રૂપિયા એક કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

  • February 14, 2026 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા ૧૩, જામનગરના ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત વોર્ડ નં. ૧૫માં ૧૦૬.૦૨ લાખના ૧૯ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.


જે અંતર્ગત સૌ પ્રથમ દલવાડી વાસ શેરી નં. ૭માં સી.સી. રોડના  કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ સોસા., શેરી નં.૩માં હેમભાના ઘર થી લાલભાઈના ઘર સુધી સી.સી. રોડનું કામ તેમજ અજીતસિંહના ઘરથી રાજભાના ઘર સુધી સી.સી. રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.


ત્યાર પછી ગંભીરસિંહના ઘરથી કિરીટસિંહના ઘર સુધી સી. સી. રોડનું કામ, જ્યારે સોમનાથ સોસા., શેરી નં.ર માં મુકેશભાઈના ધરથી જુવાનસિંહના ઘર સુધી સી.સી. રોડનું કાર્ય જ્યારે અજીતસિંહની દુકાન થી બાલુભાના ઘર સુધી સી. સી. રોડના કામનું ખાત મુહૂર્ત કરાયું હતું.



ત્યારબાદ તેજ વિસ્તારમાં પહેલી શેરીથી વાછરાડાડાના મંદિર સુધી સી. સી. રોડનું કામ, અને શાંતિલાલ કણઝારિયાના ઘરથી વાછરાડાડાના મંદિર સુધી સી.સી. રોડનું કામનું ખાત મુહૂર્ત કરાયું હતું.



જ્યારે લક્ષ્મીનગર પારુબેનના ઘરથી નવીનભાઈના ઘર સુધી સી. સી. રોડનું કામ, અને વિજયભાઈના ઘરથી જાગૃતિબેનના ઘર સુધી સી. સી. રોડનું કામ તેમજ લીલાબેનના ઘરથી પુરણદાસના ઘર સુધી સી. સી. રોડનું કામ, અને હરદેવસિંહના ઘર સુધી સી. સી. રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.



ત્યારબાદ લક્ષ્મીનગર મેઇન રોડમાં સી. સી. રોડનું કામ, મારુતિ નગર સેરી નં.3માં કોળી સમાજની વાડી પાસેના કોમન પ્લોટમાં પેવર બ્લોક ફિટ કરવાના કાર્ય નું ખાત મુહૂર્ત કરાયું હતું.



જ્યારે શંકર ટેકરીમાં કૃષ્ણ ગાર્ડન નજીક નંદ ઘરથી કેશુભાઈ છાયાના ઘર સુધી સી.સી. રોડનું કામ, અને ઈન્દ્રભારતી બાપુના આશ્રમ પાસેની સેરીમાં સી. સી. રોડનું કામ, જ્યારે રાવલ સમાજ ટ્રસ્ટની જગ્યામાં કોમ્યુનિટી હોલ બનવાનું કામ, તેમજ કોળી સમાજ ટ્રસ્ટની જગ્યામાં કોમ્યુનિટી હોલ બનવાનું કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.


ઉપરોક્ત તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા અભિવાદન કરીને આવકાર અપાયો હતો.



જેઓની સાથે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુંમર, ઉપરાંત વોર્ડ નંબર ૧૫ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા તથા શોભનાબેન પઠાણ ઉપરાંત શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, વોર્ડ નંબર ૧૫ના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ- મહામંત્રી, સ્થાનિક કાર્યકરો, અને અન્ય અગ્રણીઓ વગેરે બહોળો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application