રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ૧૨ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કુલ રૂ.૪૧૮ કરોડના વિકાસકામો મંજૂર કરાયા હતા.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરએ જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કુલ રૂ.૪૧૮.૭૪ કરોડના કામો મંજૂર કરાયા હતા જેમાં મુખ્ય કામોમાં ૧૨૬ કરોડના ખર્ચે રાજકોટથી ભાદર ડેમ સુધીની નવી લાઇન, ૩૧ કરોડના ખર્ચે રિંગ રોડ ફોર ટ્રેક, ૪૪ કરોડના ખર્ચે વર્કિંગ વુમન હોસ્ટેલ, વાવડીમાં ૨૦ કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન, બેડીપરા ફાયર સ્ટેશનનું ૨૬ કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરી સ્ટાફ માટે ફ્લેટ્સ સાથેનું હાઇરાઇઝ, મવડી સ્મશાનથી આગળ તરફ કણકોટ રોડ ઉપર ગોલ ટ્વિન્સ પાસે ૨૬ કરોડના ખર્ચે આધુનિક લક્ઝરીયસ કોમ્યુનિટી હોલ, ઉપલાકાંઠે વોર્ડ નં.૪માં ૧૬.૩૨ કરોડના ખર્ચે ટીપી સ્કિમોના રસ્તાકામ સહિતની કુલ ૮૨માંથી ૮૦ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ફૂડ કેન્ટિન કોન્ટ્રાક્ટની દરખાસ્તમાં રિટેન્ડર કરવા નિર્ણય કરાયો હતો. તદઉપરાંત મ્યુનિ.શાળાનું બિલ્ડિંગ ટ્રસ્ટને લીઝથી આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
સ્ટેન્ડિંગમાં મંજૂર મુખ્ય દરખાસ્તો
(૧) ફોગીંગ મશીન રિપેરીંગનો નવો કોન્ટ્રાક્ટ મંજૂર
(૨) રોશની વિભાગના બજેટમાં વિશેષ જોગવાઇ મંજૂર
(૩) ઝૂના પ્રાણીઓ માટે લીલાચારા, શાકભાજી, ફળ તેમજ માંસ, મચ્છી, ઈંડાની ખરીદીનો દ્વિવાર્ષિક કોન્ટ્રાકટ મંજૂર
(૪) રેસકોર્ષ સંકુલની સ્કેટીંગ રિંક ભાડે આપવાનું મંજૂર
(૫) બસ,ટેમ્પો,ટ્રાવેલ્સ ભાડે લેવાનો કોન્ટ્રાક્ટ મંજૂર
(૬) મનપામાં નેટ-ઝીરો એન્ડ ક્લાઇમેટ રેસિલિયન્ટ સેલનું ગઠન મંજૂર
(૭) મનપા અને ઇકલી સાઉથ એશિયા વચ્ચે એમઓયુ મંજૂર
(૮) વોર્ડ નં.૧૩માં ધારા ગેસ ગોડાઉનવાળા રોડ પર વિજય હોટેલથી ૧૫૦ ફૂટ રીંગ રોડ સુધી નવું ડ્રેનેજ નેટવર્ક બનાવવાનું મંજૂર
(૯) વોર્ડ નં.૧૩માં ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાક્ટ મંજૂર
(૧૦) વોર્ડ નં.૨માં મારુતિનગર શેરી નં.૩થી પોલીસ હેડ ક્વાર્ટર્સની ગોળાઇ સુધીનો વોંકળો પાકો કરવાનું મંજૂર
(૧૧) વોર્ડ નં.૨માં ફૂલછાબ ચોકથી હરીહર ચોક સુધી વોકળામાં બોકસ ગટર બનાવી પાકો કરવાનું મંજૂર
(૧૨) વોર્ડ નં.૬માં પરશુરામ ઇન્ડસ્ટ્રીઝમાં બાકી રહેતા ભાગમાં ડ્રેનેજ લાઈન નાખવાનું મંજૂર
(૧૩) મહિલા કોલેજ બ્રિજ પમ્પીંગ સ્ટેશનની મશીનરીનું અપગ્રેડેશન તેમજ પાંચ વર્ષના કોમ્પ્રેહેન્સીવ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મંજૂર
(૧૪) વોટર વર્કસ માટે સ્ટેબલ બ્લીચીંગ પાવડર (ગ્રેડ-૧) અને ફ્લોક્યુલન્ટ કેમિકલ માટે બે વર્ષની કામગીરીનો રેઈટ કોન્ટ્રાકટ મંજૂર
(૧૫) વોર્ડ નં.૧૨માં પેવિંગ બ્લોક લગાડવા
(૧૬) મુંજકા હેડવર્કસથી વોકળા સુધી પાઇપ લાઇન નાખવાનું મંજૂર
(૧૭) મુંજકા હેડવર્કસ ખાતે નવો ૧૦.૫ એમએલ કેપેસીટીનો પાણીનો ટાંકો બનાવવાનું મંજૂર
(૧૮) બેડી ફીલ્ટર પ્લાન્ટના જ્યુબેલી પમ્પ હાઉસ ખાતે બે વર્ષના કોમ્પ્રીહેન્સીવ મેઈન્ટેનન્સ સાથેના કામ આપવાનું મંજૂર
(૧૯) વોર્ડ નં.૧૧માં ટી.પી.સ્કીમ નં.-૨૭, એફ.પી.નં.-૨(બી.)માં મવડી સ્મશાનથી આગળ કણકોટ રોડ પર ગોલ ટવીન્સ બિલ્ડીંગ પાસે કોમ્યુનીટી હોલ બનાવવાનું મંજૂર
(૨૦) વોટર મેનેજમેન્ટ યુનિટના રીયલ ટાઈમ બલ્ક વોટર ઓડીટ સીસ્ટમનો બે વર્ષનો કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન-મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મંજૂર
(૨૧) પ્રધુમન પાર્ક પાણીના ટાંકા, બોર અને કુવાની મશીનરી અને આજી ફિલ્ટર પ્લાન્ટ નં.૩ પમ્પીંગ સ્ટેશનોના મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મંજૂર
(૨૨) વોર્ડ નં.૧૧માં આવેલ બાળકોનાં સ્મશાનમાં સીવીલ વર્ક કરવાનું મંજૂર
(૨૩) બીએસયુપી આવાસના ખાલી ૧૦૫૬ આવાસ માટે લાભાર્થી નક્કી કરવાનું મંજૂર
(૨૪) વોર્ડ નં.૪/અના વિસ્તારોમાં પાર્ટ ટાઇમ સફાઇ કામદાર મારફતે સફાઇ તથા કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટની મુદ્દત વધારવાનું મંજૂર
(૨૫) વોર્ડ નં.૧૮/બના વિસ્તારોમાં પાર્ટ ટાઇમ સફાઇ કામદાર મારફતે સફાઇ તથા કચરો ઉપાડવાની કામગીરીના કોન્ટ્રાક્ટની મુદ્દત વધારવાનું મંજૂર
(૨૬) વોર્ડ નં.૧૨માં પુનિતનગર સર્કલથી વાવડી ગેઇટ સુધીનાં ૨૪ મીટર રસ્તા ઉપર સેન્ટ્રલ ડીવાઇડર બનાવવાનું મંજૂર
(૨૭) રેસકોર્સ રીંગ રોડ પર ડેકોરેટીવ લાઇટીંગ માટે કન્સલટન્ટની નિમણુક મંજૂર
(૨૮) વોર્ડ નં.૧૮ના આરોગ્ય કેન્દ્રમાં હોસ્પીટલ લિફ્ટનો પાંચ વર્ષનો કોમ્પ્રીહેન્સીવ સર્વિસ અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મંજૂર
(૨૯) ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કુમાર વિશ્વાસની કથાના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવાનું મંજૂર
(૩૦) સેન્ટ્રલ, ઇસ્ટ તથા વેસ્ટ ઝોન ઓફિસ બિલ્ડીંગની પેસેન્જર લીફટની કામગીરી કરવાનું મંજૂર
(૩૧) વોર્ડ નં.૧૨માં ટી.પી.સ્કીમ નં.૧૫ વાવડી, એફ.પી.નં.૨૦(એ)માં તપન હાઇટ્સ પાસે ફાયર સ્ટેશન બનાવવાનું મંજૂર
(૩૨) દિવાલી કાર્નિવલ-૨૦૨૫ અંતર્ગત થીમ બેઈઝ્ડ ડેકોરેટીવ લાઇટીંગ, લેશર શો, રીંગ રોડ લાઇટીંગનો કોન્ટ્રાક્ટ આપવાનું મંજૂર
(૩૩) ૧૫૦ ફુટ રીંગ રોડ-ર (કટારીયા ચોક - કાલાવાડ રોડ થી કણકોટ ચોક) (પેકેઝ-૩) સુધી ફોર ટ્રેક ડેવલપ કરવાનું મંજૂર
(૩૪) નાકરાવાડી જૂની લેન્ડફિલ સાઈટ ખાતે મીયાવાકી થીમ પદ્ધતિથી વૃક્ષારોપણ મંજૂર
(૩૫) રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત વિવધ ટેકનીકલ કામો માટે ફિલ્ડ એન્જીનીયર (સિવિલ)ની ૧૧(અગિયાર) માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે જગ્યાઓ ભરવાનું મંજૂર
(૩૬) વોર્ડ નં.૧૭માં સહકાર મેઇન રોડ તથા નહેરૂનગર ૮૦ ફૂટ રોડની બન્ને બાજુ પેવીંગ બ્લોક નાખવાનું મંજૂર
(૩૭) વોર્ડ નં.૩માં રેલનગર, માધાપર, મનહરપુરમાં મેટલીંગ મંજૂર
(૩૮) વોર્ડ નં.૩માં રેલનગરમાં શાકમાર્કેટ તથા ફૂડ ઝોન મંજૂર
(૩૯) વોર્ડ નં.૩માં સફાઇ કામદાર માટે જામનગર રોડ પર કોમ્યુનિટી હોલ મંજૂર
(૪૦) વોર્ડ નં.૫માં લાલપરી મેઈન રોડ તથા નવાગામ આવાસ, શક્તિ સોસા, શક્તિ-૫૬ ન્યુ, ખોડિયાર પાર્ક વગેરે વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઇન મંજૂર
(૪૧) કટારીયા ચોકડી ખાતે બ્રિજના કામે નડતરરૂપ પાઈપલાઈન શિફ્ટ કરી નવી લાઈન નાખવાનું મંજૂર
(૪૨) ભાદર ડેમ ઉપરના વર્ટીકલ ટર્બાઈન પમ્પ માટે સ્પેર પાર્ટ્સ ખરીદવાનું મંજૂર
(૪૩) રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે ઉપર ભાદર ડેમ સુધીની નવી પાઈપલાઈન ચાર તબક્કામાં નાખવાનું મંજૂર
(૪૪) વિવિધ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર વેક્યુમ ફીડ ક્લોરીનેશન સીસ્ટમ, ક્લોરીન લીક એબ્સોર્બશન સીસ્ટમ, ઓટો શટ ઓફ વાલ્વ સાથેના કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મંજૂર
(૪૫) ચુનારાવાડ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનનું ઓગમેન્ટેશન સાથે બે વર્ષ કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મંજૂર
(૪૬) વોર્ડ નં.૧૮માં કોઠારીયા ગામતળ તથા લાપાસરીને જોડવા, કોઠારીયા સ્મશાન પાસે નદી ઉપર બ્રીજ(બોક્ષ કલવર્ટ) બનાવવાનું મંજૂર
(૪૭) વોર્ડ નં.૫માં માલધારી સોસાયટીમાં શાળા નં.૬૭ માં અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું મંજૂર
(૪૮) વોર્ડ નં.૪માં વિવિધ ટીપી સ્કીમમાં ટીપી રોડને વાઈડનીંગ કરી પેવર મંજૂર
(૪૯) વોર્ડ નં.૬માં ભાવનગર રોડના બેડીપરા ફાયર સ્ટેશનનું રીડેવલપમેન્ટ મંજૂર
(૫૦) વોર્ડ નં.૪માં વિવિધ ટીપી સ્કીમમાં ટીપી રોડને ડીઝાઇન કરી પેવર મંજૂર
(૫૧) વોર્ડ નં.૧૫માં ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાક્ટ મંજૂર
(૫૨) વોર્ડ નં.૧૫માં ભાવનગર રોડ પર અમુલ સર્કલથી ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ ચંપકભાઈ વોરા બ્રીજ સુધી વરસાદી પાણીની સ્ટોર્મ વોટર લાઈન નાખવાનું મંજૂર
(૫૩) વોર્ડ નં.૧માં અટલ સ્માર્ટ સિટી વિસ્તાર ટીપી સ્કીમ નં.૩૨(રૈયા), ફા.પ્લોટ નં.૬૧ (પૈકી)ના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું મંજૂર
(૫૪) વોર્ડ નં.૬માં માંડા ડુંગર વિસ્તારમાં આવેલ રામ પાર્ક હોકર્સ ઝોનમાં આંગણવાડી બનાવવાનું મંજૂર
(૫૫) તિરૂપતિ પાર્ક અને સ્વાતી પાર્ક પમ્પીંગ સ્ટેશનોનું ઓપરેશન-પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર
(૫૬) લાયન સફારી પાર્ક માટે નવા બોલેરો વાહન તેમજ ફાયર બ્રિગેડ વિભાગ માટે વ્હીકલ માઉન્ટેડ ડી-વોટરીંગ પંપ ખરીદવાનું મંજૂર
(૫૭) નાકરાવાડીની જમીનમાં જમા થયેલ જુના કચરા (લિગસી વેસ્ટ) ૭.૫ લાખ મે.ટન પ્રોસેસીંગ કરવાનું મંજૂર
(૫૮) કન્સટ્રકશન એન્ડ ડિમોલિશન વેસ્ટ રીસાયકલીંગ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતા રીસાયકલ પ્રોડક્ટનો મહાપાલિકાના કામોમાં ઉપયોગ કરવાનું મંજૂર