BREAKING NEWS

સ્ટેન્ડિંગમાં ૪.૭૦ અબજના વિકાસકામ મંજૂર

  • March 05, 2026 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ સહિત રાજ્યની ૧૫ મહાપાલિકાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થાય તેવી પ્રબળ સંભાવના વચ્ચે રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી વર્તમાન ટર્મની સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ મિટિંગમાં કુલ રૂ.ચાર અબજ ૭૦ કરોડના વિકાસકામો ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા સર્વાનુમતે મંજૂર કરાયા હતા.

વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે,

મુખ્યમંત્રી ગ્રીન કોરિડોર યોજના હેઠળ સમાવિષ્ટ કરાયેલા ન્યૂ રિંગ રોડ ઉપર ફોર ટ્રેક ઉપર ગ્રીન કોરીડોર બનાવવા સરકાર પાસે વધુ અગાઉ ૧૨૦ કરોડની માંગણી કરાઇ હતી પરંતુ ખર્ચ વધી જતા હવે રૂ.૨૨૦ કરોડની માંગણી કરવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરાઇ હતી.આ ઉપરાંત વોર્ડ નં.૧, ૨, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪ અને ૧૭ના વિવિધ વિસ્તારોમાં ડામર કામ કરવા કુલ રૂ.૨૫૭ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. ક્લાસિક નેટવર્ક પ્રા.લિ. અને પવન કન્સ્ટ્રકશન સહિતની એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા સર્વાનુમતે નિર્ણય કરાયો હતો.


મંજૂર થયેલા વિકાસકામો ઉડતી નજરે

ક્રમ---વિગત------ખર્ચ રૂ.

૧.ડામર રસ્તાના કામ ૨૫૭ કરોડ

૨.ડ્રેનેજ ૧.૦૫ કરોડ

૩.પેવિંગ બ્લોક ૬.૧૩ કરોડ

૪.આર્થિક તબીબી સહાય ૨૧.૫૧ લાખ

૫.સી.સી.કામ ૧૫.૫૧ લાખ

૬.ડીઆઇ પાઇપ લાઇન ૧.૨૦ કરોડ

૭.સ્કૂલ-લાઇબ્રેરી બાંધકામ ૧૮.૯૭ કરોડ

૮.સ્ટોર્મ વોટર ડ્રેઇન ૧.૩૫ કરોડ

૯. વોટર વર્કસ ૬.૫૨ કરોડ

૧૦.ગાર્ડન-વૃક્ષારોપણ ૨૮.૩૩ કરોડ

૧૧. વોર્ડ ઓફિસ/ ફાયર સ્ટેશન ૪૫.૮૫ કરોડ

૧૨. મોટા મવા એનિમલ હોસ્ટેલ ૧.૭૩ કરોડ

૧૩. માઇનોર બ્રિજ ૪.૪૩ કરોડ

૧૪.નવું આરોગ્ય કેન્દ્ર-લેબોરેટરી ૫.૫૬ કરોડ

૧૫. બોક્સ ક્લવર્ટ/સ્લેબ ક્લવર્ટ ૧.૭૧ કરોડ

૧૬. હોકર્સ ઝોન/શાક માર્કેટ ૧૯.૮૨

૧૭.કેમિકલ ટ્રાન્સપોર્ટેશન ૧.૩૫ કરોડ

૧૮.કેમિકલ ખરીદી ૧.૫૯ કરોડ

૧૯.ઉપલાકાંઠે સ્પોર્ટ્સ સંકુલ ૨૯.૯૫ કરોડ

૨૦. કન્સલટન્સી ૧૫.૫૭ લાખ

૨૧. બિલ્ડિંગ નવીનીકરણ ૩૦.૯૭ કરોડ

૨૨. નવી આંગણવાડી ૧.૫૮ કરોડ

૨૩. ફૂટપાથ રોડ ડીવાઈડર ૩.૨૧ કરોડ

૨૪. કમ્પાઉન્ડ વોલ ૯૮.૮૭ કરોડ

૨૫. પે એન્ડ યુઝ ટોયલેટ બાંધકામ ૩૭.૦૨ લાખ

કુલ ખર્ચ રૂપિયા ૪ અબજ ૭૦ કરોડ ૭૪ લાખ



નિર્ણયોની બૌછાર..: એક દરખાસ્ત પેન્ડિંગ, બે નામંજૂર અને છમાં રિટેન્ડર કરવા હુકમ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં એજન્ડામાં કુલ ૧૧૫ દરખાસ્તો હતી જેમાંથી એક દરખાસ્ત પેન્ડિંગ રખાઇ હતી, બે નામંજૂર કરાઈ હતી અને છ દરખાસ્તમાં રિટેન્ડર કરવા નિર્ણય કરાયો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વોર્ડ નં.૧૦માં નવી વોર્ડ ઓફિસ બનાવવાની દરખાસ્ત રહીશોના વિરોધને કારણે પેન્ડિંગ રખાઇ હતી. જ્યારે ભગવતીપરામાં બેઠું નાળું બનાવવાના કામે ૫૨.૫૧ લાખનો ભાવ વધુ જણાતા રિ ટેન્ડર કરવા નિર્ણય કરાયો હતો. સેન્ટ્રલ ડીવાઈડર અને ટ્રાફિક જંક્શન ના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ૪.૫૦ કરોડમાં આપવાની દરખાસ્તમાં ભાવ વધુ જણાતા તેમજ આવા કામનો કોન્ટ્રાક્ટ આપવાની જરૂરિયાત નહીં જણાતા આ દરખાસ્ત નામંજૂર કરાઇ હતી. વોર્ડ નં.૪માં ઓમપાર્કમાં મીની બ્રિજ બનાવવા ૨.૯૬ કરોડમાં કામ આપવાની દરખાસ્તમાં ભાવ વધુ જણાતા રિ ટેન્ડર કરવા નિર્ણય કર્યો હતો. સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનના ગાર્ડન મેનન્ટેન્સની બે દરખાસ્તમાં ખૂબ ઊંચા ભાવ આવતા રિ ટેન્ડર કરવા નિર્ણય કરાયા હતા. વૃક્ષ ગણતરીના કોન્ટ્રાક્ટમાં પ્રતિ વૃક્ષ દીઠ રૂ.૧૨.૮૦ ચૂકવવાની રકમ ખૂબ વધુ જણાતા આ દરખાસ્ત નામંજૂર કરાઇ હતી. વોર્ડ નં.૮માં કાલાવડ રોડ અને નાના મવા રોડ ઉપરના બાકી રહેતા વિસ્તારોમાં ૭૨.૪૮ કરોડના ખર્ચે તેમજ રૈયા રોડ, નિર્મલા રોડ, સહકાર નગર મેંઈન રોડ સહિતના વિસ્તારોમાં ૨૨.૯૩ કરોડના ખર્ચે ડીઆઇ લાઇન નાખવા તેમજ ત્યારબાદ ડામર રોડ બનાવી આપવાની દરખાસ્ત હતી જેમાં ભાવ વધુ જણાતા આ બન્ને કામે શોર્ટ ટર્મ રિટેન્ડર કરવા નિર્ણય કરાયો હતો. આ નવ દરખાસ્ત સિવાયની અન્ય તમામ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application