જૂનાગઢ ઉપલા દાતાર ઉર્ષ પર્વના અંતિમ દિવસે દર્શનાર્થીઓ ઉમટયા
જૂનાગઢ ઉપલા દાતાર ઉર્ષ પર્વના અંતિમ દિવસે દર્શનાર્થીઓ ઉમટયા
August 26, 2026 11:55 AM
કોમી એકતાના પ્રતીક સમા ઉપલા દાતાર જગ્યા ખાતે ઉર્ષ આજે અંતિમ દિવસ છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પહોંચી રહ્યા છે. ગત રાત્રે દીપમાળાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાતાર ટેકરી હજારો દીવડાઓનો ઝળહળાટ જોવા મળ્યો હતો. ભાવિકોએ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો. ગઈકાલે રાત્રે ઉપલા દાતાર મહતં ભીમબાપુના માર્ગદર્શન હેઠળ ટેકરી પર વિસ્તારમાં લાઈટો બધં કરવામાં આવી હતી અને હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રીથીજ હજારો ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતા. દાતાર રોડ પર માનવ મહેરામણ જોવા મળતું હતું. આજે ઈદ પર્વ અને દાતાર ઉર્ષ ઉજવણી અંતર્ગત સમગ્ર વિસ્તારમાં એસપી સુબોધ ઓડોદરા તથા ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેમાં પણ જૂનાગઢમાં બપોરે ઝુલુસ હોવાથી સવારથી જ વિવિધ વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ કલોક પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે.