બૉલિવૂડની 'ધક-ધક ગર્લ' એટલે કે માધુરી દીક્ષિતને ભલા કોણ નથી જાણતું? મોટા પડદાની સાથે-સાથે ઓટીટી પર પોતાની અદાકારીનો જાદુ પાથરનાર માધુરી હવે નાના પડદા પર 24 વર્ષ પછી હોસ્ટ તરીકે વાપસી કરવા જઈ રહી છે.તેમના આગામી રિયાલિટી શોની જાહેરાત મેકર્સ દ્વારા કરી દેવામાં આવી છે.એક તરફ અભિનેતા અને મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્ટ તરીકે ઘણા વર્ષોથી હિન્દી ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'નું હોસ્ટિંગ કરી રહ્યા છે. હવે અભિનેત્રી માધુરી દીક્ષિત આ શોના મરાઠી વર્ઝન 'કોણ હોનાર કરોડપતિ' ની હોસ્ટ બનીને આવી રહી છે.આ શોને "આતા ખેલ બદલનાર" એટલે કે "હવે રમત બદલાશે" કેમ્પેઇન દ્વારા પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. માધુરી કહે છે કે, "આવા શોનો ભાગ બનીને હું સન્માનિત અનુભવી રહી છું, જે લોકોને જ્ઞાન મેળવવા અને દ્રઢ સંકલ્પ કરવા માટે પ્રેરિત કરે છે.માધુરીએ વધુમાં ઉમેર્યું, "આ મારા માટે જિજ્ઞાસા, આકાંક્ષા, આશા અને મોટા સપના જોવાની હિંમતનું પ્રતીક છે. હું સ્પર્ધકોને મળવા, તેમની અસાધારણ વાર્તાઓ સાંભળવા અને તેમના સપનાઓને હોટ સીટ પર સાકાર થતા જોવા માટે ઉત્સાહિત છું." આ શો સોની ટીવી અને સોની લિવ પર ટૂંક સમયમાં શરૂ થશે.કેબીસી મરાઠી પહેલાં, હોસ્ટ તરીકે વર્ષ 2002માં માધુરીએ મેચમેકિંગ શો 'કહી ના કહી કોઈ હૈ' હોસ્ટ કર્યો હતો. આ સિવાય તે 'ઝલક દિખલા જા' અને 'ડાન્સ દીવાને' જેવા ડાન્સિંગ રિયાલિટી શોના જજ પેનલનો હિસ્સો પણ રહી ચૂકી છે.માધુરી દીક્ષિતના એક્ટિંગ કરિયર વિશે વાત કરીએ તો, સમયની સાથે તેમને એ વાત સમજાઈ ગઈ છે કે મોટા પડદાના પ્રોજેક્ટ્સની સાથે-સાથે ઓટીટી પર પણ પોતાની અદાકારીનો જાદુ પાથરી શકાય છે. તેમની આગામી વેબ સીરિઝ વિશે વાત કરીએ તો, તેમાં જીઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થનારી 'મિસિસ દેશપાંડે'ની સીઝન 2નું નામ સામેલ છે. છેલ્લે માધુરી દીક્ષિતને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સની ફિલ્મ 'મા બહેન'માં જોવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application