જાણીતા એકટર અને ડિરેકટર ધનુષની કારકિર્દીની મોસ્ટ અવેટેડ ૫૫મી ફિલ્મનું ઓફિશિયલ ટાઇટલ આખરે સામે આવી ગયું છે. ફિલ્મમેકર્સે ડિરેકટર રાજકુમાર પેરિયાસામી અને ધનુષના આ નવા પ્રોજેકટ માટે 'ઓમ' ટાઇટલની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે જ મેકર્સે એ પણ કન્ફર્મ કયુ છે કે આ ફિલ્મ આગામી ૧૬ ઓકટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ 'ઓમ'માંથી ધનુષનો દમદાર ફસ્ર્ટ લૂક પણ સામે આવી ચૂકયો છે, જેમાં તેનો એકશન અવતાર જોરદાર દેખાઈ રહ્યો છે. ટાઇટલની જાહેરાત સાથે જ સ્પષ્ટ્ર કરાયું છે કે આ એક હાઈ–ઓકટેન એકશન–થ્રિલર ફ્રેનચાઈઝીનો પહેલો ભાગ હશે, જેનું પૂરું નામ 'ઓમ ચેપ્ટર ૧ – એધિરામ: ધ બ્લડ વુડ' રાખવામાં આવ્યું છે.
મેકર્સે એક શાનદાર ટાઇટલ અનાઉન્સમેન્ટ ટીઝર રિલીઝ કરીને 'ઓમ'ની વાર્તાની એક ઝલક પણ દર્શાવી છે, જેમાં ધનુષ જબરદસત ફાઈટ કરતો જોવા મળે છે. પ્રોમોમાં સળગતી ગાડીઓ, મોટા પાયે થઈ રહેલા વિરોધ–પ્રદર્શનો, શેરબજારના કેટલાક સીન્સ અને આકાશમાંથી ભારતીય ચલણી નોટોનો થતો વરસાદ બતાવવામાં આવ્યો છે. આ તમામ દ્રશયો ઈશારો કરે છે કે ફિલ્મ સત્તા, પૈસા અને ક્રાંતિ જેવા વિષયો પર આધારિત એક હાઈ–સ્ટેકસ એકશન ડ્રામા હશે. ટીઝર પરથી એટલું તો સાફ થઈ ગયું છે કે ચાહકોને આ ફિલ્મમાં એકશનની સાથે–સાથે જોરદાર સસ્પેન્સ પણ જોવા મળશે.
આ ફિલ્મ દ્રારા ધનુષ અને ડિરેકટર રાજકુમાર પેરિયાસામી પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. રાજકુમારે આ પહેલા 'અમરન' ફિલ્મથી ડિરેકશનની દુનિયામાં પગ મૂકયો હતો, જેના ખૂબ વખાણ થયા હતા. વર્ષ ૨૦૨૪માં આવેલી આ ફિલ્મમાં શિવકાર્તિકેયને મેજર મુકુંદ વરદરાજનની ભૂમિકા ભજવી હતી, જેમને મરણોત્તર ભારતના સર્વેાચ્ચ શાંતિકાલીન વીરતા પુરસકાર 'અશોક ચક્ર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નવી ફિલ્મ 'ઓમ' દ્રારા રાજકુમાર પેરિયાસામી અને સાઈ પલ્લવી 'અમરન' પછી ફરીથી સાથે કામ કરી રહ્યા છે. 'અમરન'માં સાઈ પલ્લવીએ મેજર મુકુંદની પત્ની ઈન્દુ રેબેકા વર્ગીસનું પાત્ર ભજવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, ધનુષ અને સાઈ પલ્લવી સુપરહિટ ફિલ્મ 'મારી ૨' પછી આ ફિલ્મમાં ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. બીજી તરફ, સાઉથના દિગ્ગજ અભિનેતા મમૂટી ફિલ્મ 'પેરનબુ' (૨૦૧૮) પછી પહેલીવાર આ ફિલ્મ દ્રારા તમિલ સિનેમામાં ધમાકેદાર વાપસી કરી રહ્યા છે.રાજકુમાર પેરિયાસામી દ્રારા લિખિત અને ડિરેકટ કરાયેલી આ ફિલ્મમાં સાઈ અભ્યંકરનું મ્યુઝિક છે, એજિલ અરાસુએ સિનેમેટોગ્રાફી સંભાળી છે અને આર. કલૈવનન આ ફિલ્મના એડિટર છે. આ ઉપરાંત, હોલીવુડ અને બોલીવુડના જાણીતા એકશન ડિરેકટર યાનિક બેન પણ આ પ્રોજેકટનો હિસ્સો છે, જેઓ 'જવાન', 'લિયો' અને 'ખલીફા' જેવી ફિલ્મોમાં તેમના શાનદાર કામ માટે જાણીતા છે.