ખાવડીથી દ્વારકાની પદયાત્રા કરી રહેલા દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી સાથે જુદા-જુદા ક્ષેત્રના મહાનુભાવો જોડાઇ રહ્યા છે, ગઇકાલે જયારે અનંત અંબાણીએ ભાટીયા પાસેના લીંબડીથી આગળ આવેલા ગામડામાં પોતાની પદયાત્રા આગળ વધારી હતી ત્યારે બાગેશ્ર્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પદયાત્રામાં અનંત અંબાણીની સાથે જોડાયા હતાં, ગઇ સાંજે ધીરેન્દ્ર શાસ્ત્રીનું અહીંના વિમાની મથકે આગમન થયું હતું, અહીંથી તેઓ સીધા વનતારા જવા રવાના થયા હતાં, જો કે ગઇકાલ સાંજ સુધી કોઇને એ વાતની ખબર ન હતી કે તેઓ અનંત અંબાણી સાથે પદયાત્રામાં જોડાવા માટે જામનગર આવ્યા છે, દરરોજની જેમ રાત્રીના ૩ વાગ્યા બાદ અનંત અંબાણીએ પોતાની પદયાત્રા આગળ વધારી હતી, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી એમની સાથે જોડાયા હતાં અને જયાં સુધી અનંત અંબાણી ચાલ્યા ત્યાં સુધી એમણે પણ પદયાત્રા કરી હતી, આજે સવારે ધીરેન્દ્ર શાસ્ત્રી જામનગરના વિમાની મથકે પહોંચ્યા હતાં અને અહીંથી પરત રવાના થયા હતાં, આ સાથે એ બાબત સ્પષ્ટ થઇ હતી કે, અનંત અંબાણી સાથે પદયાત્રા કરવા માટે જ બાબા બાગેશ્ર્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અહીં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application