ધોરાજી: વનવિભાગે ફોરેસ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર બાવળ કાપતા પાંચ ઝબ્બે
ધોરાજી: વનવિભાગે ફોરેસ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર બાવળ કાપતા પાંચ ઝબ્બે
July 10, 2026 12:08 PM
ધોરાજી વન વિભાગે સરકારી વન્ય સંપત્તિના રક્ષણ માટે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન ભાદર મેઈન કેનાલના પ્રોટેકટેડ ફોરેસ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર બાવળનું કપાણ કરતા પાંચ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અલગ–અલગ સમયે બે દિવસ સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન કુલ ત્રણ બાવળના વૃક્ષોનું ગેરકાયદેસર કપાણ થતું હોવાનું જણાતા પાંચેય આરોપીઓને ઝડપી પાડા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રાહત્પલ રમેશભાઈ સોલંકી, આર્યુ નૂરમહમદ, રવિ બટુક સોલંકી, વિપુલ બાબુભાઈ સોલંકી (તમામ રહે. શાપુર) તેમજ સુરેશ પરેશભાઈ વસા (રહે. મજેવડી)નો સમાવેશ થાય છે. વન વિભાગે પાંચેય આરોપીઓ વિદ્ધ ભારતીય વન અધિનિયમ, ૧૯૨૭ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત એડવાન્સ રિકવરી પેટે કુલ રૂા.૬૦,૦૦૦નો દડં પણ વસૂલ કરવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી વન્ય સંપત્તિને નુકસાન પહોંચાડનાર લાકડા ચોરો અને વન માફિયાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ગેરકાયદેસર વૃક્ષ કપાણ અને વન સંપત્તિના નુકસાન અંગે કોઈ માહિતી હોય તો નાગરિકોને તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે