BREAKING NEWS

જામકંડોરણા આઇસીડીએસમાં ધોરાજીના અધિકારીને નિયમિત ચાર્જ અપાયો

  • June 20, 2026 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાય મહિનાઓથી ફિકસ પગારવાળા મુખ્યસેવિકા પાસે બાળ વિકાસ યોજના અધિકારીનો ચાર્જ હોવાના કારણે ઘટક કચેરીમાં વહીવટી બેદરકારી અને લાલિયાવાડી ખુલ્લ ેઆમ જોવા મળતી હતી. અનેક કર્મચારીઓ ફરજમાં ગેરહાજર રહી ગુલ્લ ી મારતા હતા, જેના કારણે લાભાર્થીઓને સતત અન્યાય સહન કરવો પડતો હતો.
તાજેતરમાં અમદાવાદ જિલ્લ ામાંથી મુખ્યસેવિકામાંથી બઢતી પામેલા ધોરાજીના નિયમિત બાળ વિકાસ યોજના અધિકારીને જામકંડોરણા આઇસીડીએસ ઘટકનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ધોરાજીના નિયમિત બાળ વિકાસ યોજના અધિકારીના ચાર્જ સંભાળતા જ હવે જામકંડોરણા આઇસીડીએસ ઘટકમાં પારદર્શિતા અને શિસ્ત આવે તેવી આશા સેવાઈ રહી છે. લાંબા સમયથી ચાલતી લાલિયાવાડી પર અંકુશ આવશે અને ગેરહાજર રહેતા કર્મચારીઓને નિયમોના પાઠ ભણાવવામાં આવશે કે કેમ, તે આગામી દિવસોમાં સ્પષ્ટ્ર થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application