BREAKING NEWS

જામનગરના એઆઈ વીડિયોકાંડમાં સંડોવાયેલા ધ્રોલના શખ્સને જેલ હવાલે કરાયો

  • January 21, 2026 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બિલ્ડરો, રાજકીય અગ્રણી સહિતનાઓના એઆઈના માધ્યમથી વીડિયો બનાવી બદનામ કરવાના અને ખંડણી માંગવાના રેકેટનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો હતો. જે પ્રકરણમાં મુખ્ય આરોપીને વિગતો આપવામાં સંડોવાયેલા ધ્રોલના શખ્સના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જેલ હવાલે કરાયો છે.


જામનગરમાં ગત સપ્ટેમબર-૨૦૨૫ માં સોશિયલ મીડિયાના માધ્યમથી એઆઇ વીડિયો બનાવી પૂર્વ કૃષિમંત્રી અને જામનગર ગ્રામ્યના રાઘવજીભાઇ પટેલ, અગ્રણી બિલ્ડર જમન ફળદુ, તેમજ બિલ્ડર સ્મીતભાઈ પરમારને બદનામ કરાયા બાદ એક બિલ્ડર સ્મીતભાઈ પાસેથી ખંડણી માંગવામાં આવી હતી. જે મામલે ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પરષોત્તમ ઉર્ફે પસા મહેન્દ્રભાઇ પરમાર, હેમત ત્રિકમભાઇ કણસાગરાની અગાઉ ધરપકડ કરી હતી. થોડા સમય અગાઉ મુખ્ય આરોપી વિશાલ કણસાગરાને પણ ઝડપી લીધો હતો.

​​​​​​​ પૂછપરછ દરમિયાન માહિતી પૂરી પાડનાર તરીકે રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી (ઉ.વ. ૬૩ ધંધો ખેતી રહે, સહજાનંદ સોસાયટી, ત્રિકોણબાગ પાસે, ધ્રોલ) નું નામ ખુલતા તેને પકડી લેવામાં આવ્યો હતો. જેના ગઈકાલે તા.૧૯ ના રોજ રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application