ધ્રોલ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસોના ગુનામાં રાજકોટ જેલમાં સજા ભોગવતો કેદી પેરોલ રજા પરથી ફરાર થઇ ગયેલ હોય દરમ્યાન પોલીસે કેદીને પકડી જેલમાં ધકેલી દીધો છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ નાસતા ફરતા આરોપી/પેરોલ જંપ કેદીઓને શોધી કાઢવા માટે તા. ૨૬-૧૧ થી તા. ૧૨-૧૨ સુધી સ્પે. ડ્રાઇવ આપેલ જેથી ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા, પીઆઇ એચ.વી. રાઠોડના માર્ગદર્શન મુજ ધ્રોલ પોલીસ સ્ટેશનના પોકસોના ગુનાના કામે રાજકોટ મઘ્યસ્થ જેલના પાકા કામના કેદી ઇનેશ ઉર્ફે દિનેશ જોહ ભુરીયા રહે. ધુડદલીયા ગામ, તા. કુકશી, જી.ધાર મઘ્યપ્રદેશવાળો ગુજરાત હાઇકોર્ટના સ્પે. ક્રીમી એપ્લીકેશનના આદેશ અનુસાર તા. ૪-૫-૨૫થી દિન ૧૦ માટે પેરોલ રજા પર મુકત કરવામાં આવેલ. જે કેદીને તા. ૧૫-૫ના જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આજદીન સુધી હાજર થયેલ ન હોય અને નાસતો ફરતો હતો.
જેથી પરેોલ ફરારી આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતહી જો કે કોઇ માહિતી મળી ન હતી દરમ્યાન તેના વતનમાં આ બાબતે પુછપરછ કરતા અને શંકાસ્પ્દ મોબાઇલ નંબરનો અભ્યાસ કરતા ખેતમજુરી કરવા ગુજરાત તરફ ગયાનું જાણવા મળ્યુ હતું. જેથી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહારના રાજયમાથીઆવી કામ કરતા અને પોલીસ સ્ટેશનમાં નોંધ ન કરાવેલ તેવા મજુરો બાબતે ખેત માલીકોનો સંપર્ક કરવામાં આવેલ. દરમ્યાન આરોપી વિશે કોઇ માહિત મળે તો માહિતી આપવા અપીલ કરવામાં આવેલ.
દરમ્યાન હયુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસ પરથી ધ્રોલના પોલીસ હેડ કોન્સ રાજેશભાઇ મકવાણા, પો.હેડ કોન્સ કલ્પેશભાઇ કામરીયા, હરદેવસિંહ જાડેજાને સંયુકત બાતમી હકીકત મળેલ કે ઉપરોકત પાકા કામનો ફરારી આરોપી હાલ ગઢડા ગામની સીમ વિસ્તારમાં હોય. જે હકીકત આધારે આરોપીની વોચ તપાસ દરમ્યાન ગઢડા ગામ પાસેથી મળી આવતા તેની પુછપરછ કરતા શઆતમાં પોતે ગુનાહનો આરોપી ન હોવાનુ જણાવતો હોય પરંતુ આરોપીએ જેલમા જતા સમયે પોતાના શરીર પરના નિશાનો લખાવેલ જે મુજબના નિશાનો ઇશમના શરીર પર મળી આવેલ જેથી તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી સધન પુછપરછ કરતા પોતે રાજકોટ મઘ્યસ્થ જેલમાંથી પેરોલ રજા મેળવી નાશી છુટેલ હોવાની કબુલાત આપેલ જેથી કેદી વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટલ મઘ્યસ્થ જેલ ખાતે સોપી આપ્યો હતો.