અમેરિકાની ટેક્નોલોજી કંપ્ની એન્વીડિયાના સીઈઓ જેન્સન હુઆંગની હકાલપટ્ટી અને ત્યારબાદ થયેલી તેમની વાપસીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ની ભૂમિકા અંગે વધુ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. હુઆંગને ફરી સીઈઓ બનાવવામાં આવે તે માટે કંપ્નીના બોર્ડ પર દબાણ લાવવા અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ શીતયુદ્ધના સમયના ડિફેન્સ પ્રોડક્શન એક્ટનો ઉપયોગ કરવાની શક્યતા અંગે ચચર્િ કરી હોવાનું બહાર આવ્યું છે. જોકે, પેન્ટાગને આ દાવાને નકારી કાઢ્યો છે.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ પ્રમાણે ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ એન્વીડિયામાં સર્જાયેલી કટોકટી અંગે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન સંરક્ષણમંત્રી પીટ હેગસેથ અને તેમના વરિષ્ઠ સહયોગી સ્ટીવ ફીનબર્ગ સહિતના અધિકારીઓએ 1950માં બનાવવામાં આવેલા કાયદાનો ઉપયોગ કરીને કંપ્નીના બોર્ડ પર કેવી રીતે દબાણ લાવી શકાય તેની ચચર્િ કરી હતી. અહેવાલમાં આ બાબત સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓને ટાંકવામાં આવ્યા છે.
એન્વીડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જરૂરી અત્યાધુનિક ચિપ બનાવતી વિશ્વની સૌથી મહત્વની કંપ્નીઓ પૈકીની એક છે. અમેરિકાના સંરક્ષણ, ટેક્નોલોજી અને આર્થિક હિતોની દૃષ્ટિએ પણ કંપ્નીનું વિશેષ મહત્વ છે. આથી કંપ્નીના નેતૃત્વમાં થયેલા ફેરફારને માત્ર એક ખાનગી કંપ્નીનો આંતરિક મામલો માનવામાં આવતો નથી.ડિફેન્સ પ્રોડક્શન એક્ટ અમેરિકાના રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિમાં ખાનગી ઉદ્યોગોને ચોક્કસ ઉત્પાદન અથવા પુરવઠાને પ્રાથમિકતા આપવાનો આદેશ કરવાની સત્તા આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application