BREAKING NEWS

ઉપલેટમાં દિવ્યાંગ પિતાનું સગીર પુત્રી પર દુષ્કર્મ

  • January 31, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉપલેટામાં પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 15 વર્ષની પુત્રીની માતા કેન્સરની બીમારી સબબ પથારીવસ હોય દરમિયાન દિવ્યાંગ પિતાએ પુત્રી પર નજર બગાડી ચાર વર્ષ સુધી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે હાલ પુખ્ત બનેલી આ દીકરીએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીના પિતા વિરુદ્ધ દુષ્કર્મ, પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. આ જઘન્ય અપરાધની ઘટના સામે આવતા નરાધમ પિતા પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી છે.


દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, યુવતીએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સગા પિતાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની માતાને ચોથા સ્ટેજનું કેન્સર હોય તે છેલ્લા ચારેક વર્ષથી પથારીવસ છે જ્યારે તેના 40 વર્ષીય પિતા પોતે દિવ્યાંગ છે. માતા કેન્સરની બીમારીમાં સપડાયા બાદ પથારીવસ થતા પિતાની નિયત બગડી હતી અને પીડીતા 15 વર્ષની હતી ત્યારે પિતાએ પ્રથમવાર તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.


બાદમાં આરોપીએ ચાર વર્ષ દરમિયાન વારંવાર તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. દીકરી આ બાબતનો વિરોધ કરે તો પિતા મારકુટ કરતો હતો એક તરફ પિતાની હેવાનીયત અને બીજી તરફ માતા કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હોય જેથી તે આ બધું મુંગા મોઢે સહન કરતી હતી પરંતુ અંતે આ ત્રાસ સહન ન થતાં તેણે હિંમત દાખવી ઉપલેટા પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ, પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉપલેટા પોલીસ મથકના પીઆઇ બી.આર. પટેલ દ્વારા આ ગંભીર ઘટના અંગે જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરને જાણ કરતા એસપી દ્વારા તાત્કાલિક વિગતોની ખરાઇ કરી યુવતીને ન્યાય મળે તેવી દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેથી પોલીસે તપાસ હાથ ધરી સગી દીકરી પર હેવાનિયત આચરનાર આરોપી પિતાને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.


યુવતી ઘરેથી લાપતા થયા બાદ ઘટના સામે આવી

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ થોડા દિવસો પૂર્વે ઘરેથી ભેદી સંજોગોમાં લાપતા થઈ હતી. જે અંગે ઉપલેટા પોલીસ મથકમાં ગુમનોંધ દાખલ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે યુવતીને શોધી કાઢી હતી અને તેનું કાઉન્સિલિંગ કરી પૂછતાછ કરતા યુવતીએ પોતાના પર વીતેલી આ આપવીતી જણાવતા પોલીસ ઉઠી હતી અને ત્યારબાદ આ સમગ્ર ઘટના સામે આવી હતીચોંકી ઉઠી હતી. બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application