જળવાયુ પરિવર્તન દુનિયાભર માટે ગંભીર સમસ્યા બની રહ્યું છે. કમોસમી વરસાદ, વધતું તાપમાન અને કુદરતી આફતોને કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. તેની અસર ખેતી અને માનવ સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. હવે શિકાગો યુનિવર્સિટીની કલાઇમેટ ઇમ્પેકટ લેબના નવા અભ્યાસમાં ગરમીને કારણે વધતા મૃત્યુ અંગે ચિંતાજનક અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
અભ્યાસ મુજબ, હાલમાં ચાલી રહેલા સુપર અલ નીનોની અસરને કારણે સપ્ટેમ્બર ૨૦૨૬થી ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન દુનિયાભરમાં આશરે ૪.૫૧ લાખ વધારાના ગરમી સંબંધિત મૃત્યુ થઈ શકે છે. તેમાં ભારતના આશરે ૧૫,૮૦૦ વધારાના મૃત્યુનો અંદાજ સામેલ છે.
અભ્યાસ અનુસાર અલ નીનોના કારણે વૈશ્વિક જમીનનું તાપમાન સામાન્ય કરતાં આશરે ૧.૨ ડિગ્રી સેલ્સિયસ વધુ રહી શકે છે. તેના પરિણામે સામાન્ય વર્ષની સરખામણીમાં અત્યતં ગરમ દિવસોની સંખ્યા આશરે ૪૪ ટકા વધુ રહેવાની શકયતા છે.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આવી સ્થિતિમાં તાપમાનનું સ્તર એવું બની શકે છે જે સામાન્ય રીતે જળવાયુ પરિવર્તનના કારણે આશરે ૨૦ વર્ષ બાદ જોવા મળતું હોય.
ભારતમાં અંદાજવામાં આવેલા ૧૫,૮૦૦ વધારાના મૃત્યુમાંથી આશરે અડધા એટલે કે ૭,૪૦૦ જેટલા મૃત્યુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન થઈ શકે છે. અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે ગરમીની અસર આગળના ગરમીના મહિનાઓમાં વધુ ગંભીર બની શકે છે.
દક્ષિણ–પૂર્વ એશિયાના આ અંદાજમાં ફિલિપાઇન્સ, વિયેતનામ, થાઇલેન્ડ અને કંબોડિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
અભ્યાસના સહ–સ્થાપક માઇકલ ગ્રીનસ્ટોનના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી તાપમાનની અસર ખેતી અને પાક પર કેવી રીતે પડે છે તેનો અંદાજ લગાવવામાં આવતો રહ્યો છે. હવે ગરમીની સૌથી ગંભીર અસર એટલે કે માનવ મૃત્યુનું જોખમ પણ અગાઉથી આંકી શકાય છે.
અભ્યાસમાં ગરમીથી બચવા માટે અગાઉથી ચેતવણી આપવાની વ્યવસ્થા, નબળા અને જોખમગ્રસ્ત વર્ગેા સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવી, કૂલિંગ સેન્ટર અને હાઇડ્રેશન સ્ટેશન શ કરવા, બહાર કામ કરતા શ્રમિકોની સુરક્ષા તથા આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવાની ભલામણ કરવામાં આવી છે. સંશોધકોનું કહેવું છે કે સમયસર પગલાં લેવાથી ગરમીને કારણે થનારા અનેક મૃત્યુ ટાળી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application