રાજકોટ મહાપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્વે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીના કોર્પેારેટરોની પાર્ટી સંકલન બેઠકમાં નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના તમામ કોર્પેારેટર સાથે શુભેચ્છા મુલાકાત કરી પરિચય કેળવ્યો હતો. રાજકોટ મહાપાલિકા તંત્રમાં છેલ્લા ઘણાં સમયથી એક એવી વ્યાપક ફરિયાદ રહી છે કે કોર્પેારેટરો ફરિયાદ કરે તો પણ ઉકેલાતી નથી, આ મુદ્દે ચર્ચા થતા મ્યુનિસિપલ કમિશનર સુમેરાએ કહ્યું હતું કે કોર્પેારેટરોની ફરિયાદના નિકાલને પ્રાયોરિટી અપાશે તેમજ આ માટે એક ડેસબોર્ડ અને સ્પેશ્યલ સોટવેર તૈયાર કરાશે જેના માધ્યમથી ફરિયાદ કરનાર કોર્પેારેટર અને સંબંધિત અધિકારી કે ઇજનેર પોતાના મોબાઇલ ફોનમાંથી ફરિયાદનું સ્ટેટસ જોઇ શકશે. આવો પ્રયોગ તેમણે ભચમાં કર્યેા હોવાનું અને તે પ્રયોગ સફળ રહ્યાનું જણાવ્યું હતું.
રાજકોટ મહાપાલિકાના નવનિયુકત કમિશનર તુષાર સુમેરાએ બેઠકમાં હાજર તમામ કોર્પેારેટરને સંબોધન કયુ હતુ તેમજ રાજકોટ શહેરના વિકાસને વેગ આપવાની દિશામા કામ કરવા તત્રં તરફથી કટિબધ્ધતા વ્યકત કરી હતી. આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા તથા રાજકોટ મહાપાલિકાના કોર્પેારેટરો ઉપસ્થિત રહ્યા હતા. યારે ઉપસ્થિત કોર્પેારેટરોએ કમિશનરને આવકાર્યા હતા અને રાજકોટની વિકાસયાત્રા આગળ ધપાવવા અનુરોધ કર્યેા હતો. મહાપાલિકા કચેરીમાં અગ્નિકાંડ બાદ છેલ્લા છ મહિનાથી ભારેખમ બનેલું વાતાવરણ આજે થોડું હળવું બન્યું હતું
પખવાડિયા અગાઉ ખ્યાલ હતો મારી બદલી રાજકોટ થશે
ભાજપના કોર્પેારેટરો સાથેની મિટિંગમાં કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે મને પખવાડિયા અગાઉથી ખ્યાલ હતો કે ભચ જિલ્લા કલેકટર પદેથી મારી બદલી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે થશે. આવી ચર્ચા હતી અને બદલી થઇ પણ ખરા. રાજકોટ આવવા સામે મને કોઇ વાંધો કે વિરોધ ન હતો કેમકે રાજકોટ મારી જન્મભૂમિ અને શિક્ષણભૂમિ છે.
મને મારી જન્મભૂમિ રાજકોટ માટે કંઇક કરી છૂટવાની ઇચ્છા
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ભાજપના કોર્પેારેટરોને સંબોધતા એમ પણ કહ્યું હતું કે રાજકોટ મારી જન્મભૂમિ છે અને મેં શિક્ષણ પણ રાજકોટમાં રમેશભાઇ છાંયા સ્કૂલ અને ચૌધરી હાઇસ્કૂલમાંથી મેળવ્યું છે. આમ હવે મારી જન્મભૂમિ અને શિક્ષણભૂમિ જ મારી કર્મભૂમિ પણ બની છે ત્યારે મને રાજકોટ માટે કંઇક કરી છૂટવાની ઇચ્છા છે.
અર્બન ડેવલપમેન્ટ–ઇન્ફ્રા.ના કામોનો અનુભવ કામ લાગશે
અગાઉ જૂનાગઢ મહાપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી ચુકયા હોય અર્બન ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોનો વિશાળ અનુભવ છે જે હવે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે કામગીરી કરવામાં ઉપયોગી થશે તેમ કોર્પેારેટરો સાથેની વાતચીતમાં સુમેરાએ જણાવ્યું હતું.
મુશ્કેલીઓ આવશે તો સામનો કરીશું, ટીમ વર્કથી કામ કરીશું
ભાજપના કોર્પેારેટરો સાથેની શુભેચ્છા મુલાકાતમાં કમિશનર તુષાર સુમેરાએ એમ પણ કહ્યું હતું કે મુશ્કેલીઓ આવશે તો સાથે મળીને સામનો કરીશું અને આપણે સૌ ટીમ વર્કથી કામ કરીશું. કોર્પેારેટરો આવી વાત સાંભળીને ખુબ ખુશ થયા હતા અને હવે વિકાસને વેગ મળશે તેવી આશા વ્યકત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech