BREAKING NEWS

પેન્ડિંગ ફાઇલોનો નિકાલ કરો: ઓલ બ્રાન્ચ મિટિંગમાં મ્યુનિ.કમિશનર સુમેરા લાલઘૂમ

  • January 30, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત રાજ્યના આઠ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર સાથે ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ મિટિંગ યોજી હતી જેમાં લોકફરીયાદોના નિકાલ, કચેરીની બહાર નીકળી ફિલ્ડ વિઝિટ કરવા તેમજ બજેટમાં દર્શાવેલા પ્રોજેક્ટ ઝડપથી શરૂ કરવા અને શરૂ થયેલા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા આદેશો જારી કરી તમામ કમિશનરોને આકરો ઠપકો આપ્યો હતો એટલું જ નહીં જો હવે યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધીનગરથી કમિશનરને પણ શો કોઝ નોટિસ ફટકારાશે તેવું અલ્ટીમેટમ આપતા મહાપાલિકા તંત્ર ધમધમી ઉઠ્યું છે.

ગત રાત્રે ગાંધીનગરથી પરત ફર્યા બાદ આજે બપોરે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, તમામ શાખાધિકારીઓ તેમજ ત્રણેય ઝોનના વોર્ડ ઓફિસર્સ સાથે વિસ્તૃત રિવ્યુ મિટિંગ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજવામાં આવી હતી.આ બેઠકમાં વિવિધ સ્તરે પેન્ડિંગ રહેલી ફાઈલો, આવનાર વર્ષના વિકાસ કાર્યો, આગામી બજેટ આયોજન તથા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૬ માટેની તૈયારી અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરી કડક આદેશો જારી કર્યા હતા.


કમિશનરે ગાંધીનગરથી પરત ફરી જારી કરેલા આદેશો

૧.પેન્ડિંગ ફાઈલોનો સમયમર્યાદામાં નિકાલ કરો

૨.ઝોન સ્તરે સ્થળ સમીક્ષા અને નાગરિકો સાથે સીધો સંપર્ક

૩.દરરોજ દસ ફરિયાદો રેન્ડમ ચેક કરી તેની સ્થળ તપાસ કરવા

૪.આગામી બજેટ અને બાકી વિકાસ કાર્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો

૫.સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત પ્રગતિ માટે વ્યાપક આયોજન કરો, સ્વચ્છતાની જવાબદારી તમામ સ્ટાફની. વોર્ડ ઓફિસરની જવાબદારી ફિક્સ

૭.ફીલ્ડ વિઝિટ કરવા અને ફીલ્ડની કામગીરીના દૈનિક જીપીએસ લોકેશન સાથેના અહેવાલ મ્યુનિ.કમિશનરને આપવા તાકીદ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application