સમાજ ઘડતરમાં શિક્ષણનું ઘણું બધું યોગદાન રહ્યું છે. શિક્ષણ અને તેની સાથે સંશોધન પણ સમાજ ઘડતર માટે ખૂબ જ ઉપયોગી છે અને તે સમાજની જરૂરિયાત પણ છે. શિક્ષણનું સ્વરૂપ જ કાર્યોની દ્રષ્ટિએ સામાજિક છે. સમાજના ઘડતર માટે શિક્ષણ અતિ જરૂરી છે. અને એજ દિશામાં સિહોર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજની વિકાસ સમિતિ આગળ ધપી રહી છે. વધતી જતી મોંઘવારીમાં સમાજના વાલીઓ અને વિધાર્થીઓને રાહત દરે ફુલસ્કેપ ચોપડા અને જંબો નોટબુક મળી રહે તે માટે સિહોર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજની વિકાસ સમિતિ ચોપડા-નોટબુક આપવાની ઝુંબેશ શરૂ કરી હતી. આ વર્ષે અંદાજે ૫૦ હજાર થી વધુ ચોપડા અને નોટબુકનું સમાજના વિધાર્થીઓને બજાર ભાવ કરતાં રાહત દરે વિતરણ કરાશે. ક્ષત્રીય કારડીયા રાજપુત વિકાસ સમિતિ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સમાજના વિધાર્થીઓ માટે રાહત દરે આશરે ૫૦ હજાર જેટલા ચોપડા બનાવવામાં આવેલ છે. જે ચોપડાઓનું વિતરણ રાજપૂત સમાજની વાડીમાં સિહોર ખાતે કરવામાં આવેલ ઉલ્લેખનીય છે કે કારડીયા રાજપૂત વિકાસ સમિતિની સ્થાપના ૨૫-૦૮-૨૦૦૧ ના રોજ કરવામાં આવેલ હતી અને આ વિકાસ સમિતિ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ, રાહત દરે ચોપડા વિતરણ, દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન, શોભાયાત્રા સહિતના આયોજનો કરવામાં આવે છે. અને જરૂરિયાતમંદ સમાજના વિધાર્થીઓને આર્થિક મદદની જરૂરિયાત હોય તો પણ સમાજના આગેવાનો દ્વારા યોગ્ય મદદ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech