BREAKING NEWS

બાબરાના હનુમાનપરા ખાતે શિવશક્તિ ગરબી મંડળ દ્વારા દીકરીઓને લાણીનું વિતરણ

  • October 21, 2026 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાબરા શહેરના હનુમાનપરા વિસ્તારમાં આવેલ શિવશક્તિ ગરબી મંડળ દ્વારા વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે ગરબીમાં રાસ-ગરબા રમતી દીકરીઓને પરંપરાગત રીતે લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીકરીઓને ઘરવપરાશમાં ઉપયોગી વિવિધ વસ્તુઓ ભેટસ્વરૂપે આપવામાં આવતાં દીકરીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના સાથે ગરબી અને રાસ-ગરબાની પરંપરા નિભાવી વિજયાદશમીના દિવસે દીકરીઓને લાણી આપવાની પરંપરાને શિવશક્તિ ગરબી મંડળ દ્વારા જાળવી રાખવામાં આવી હતી. મંડળ દ્વારા લાણીમાં પિત્તળની લોટી, નાળિયેર, પિત્તળનો કુંજો, સ્ટીલનો ત્રાસ, સ્ટીલનું બાઉલ, સ્ટીલના ચાર ડબ્બા, મુખવાસદાની તેમજ ચાર ગિફ્ટ પેક સહિતની વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી.
આમ, શિવશક્તિ ગરબી મંડળ, હનુમાનપરા દ્વારા વિજયાદશમીના પર્વે દીકરીઓને લાણીનું વિતરણ કરી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિને જાળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંડળના આ આયોજનથી ઉત્સવની ખુશીમાં વધારો થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application