BREAKING NEWS

જામનગર ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમ અંતર્ગત બાલિકા પંચાયતના માસ્ટર ટ્રેનર્સ માટે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ

  • February 24, 2026 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીકરીઓના સર્વાંગી વિકાસ અને નેતૃત્વ ક્ષમતા વધારવા અંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા પ્રેરક માર્ગદર્શન અપાયું

​જામનગર તા.૨૪ ફેબ્રુઆરી, ​જામનગર જિલ્લામાં દીકરીઓના સશક્તિકરણ અને સામાજિક જાગૃતિ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત 'બાલિકા પંચાયત'ના અસરકારક અમલીકરણ માટે જામનગરની માનસિક આરોગ્ય હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ માટેની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.


​આ તાલીમ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા કલેક્ટર અને યોજનાના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તાલીમાર્થીઓને સંબોધતા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, બાલિકા પંચાયત એ દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને તેમને નિર્ણય પ્રક્રિયામાં સહભાગી બનાવવાનું એક ઉત્તમ માધ્યમ છે. તેમણે દીકરીઓના સર્વાંગી વિકાસ અને સામાજિક સમાનતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, તાલીમાર્થીઓએ આ યોજનાના ઉદ્દેશ્યોને છેવાડાના ગામ સુધી પહોંચાડી દીકરીઓને સશક્ત બનાવવી જોઈએ.


​તાલીમ કાર્યક્રમના સમાપન અવસરે ડેપ્યુટી મેયરએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે બાલિકા પંચાયત સ્તર સુધી તાલીમના માધ્યમથી સશક્તિકરણના પ્રયાસોને વેગ આપવા બદલ મહિલા અને બાળ અધિકારી કચેરીની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, જ્યારે દીકરી સશક્ત બનશે ત્યારે જ સમાજ સાચા અર્થમાં સશક્ત બનશે.


કન્યા કેળવણી, જાતિ પ્રમાણમાં સુધારો અને કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધે તે માટે ​આ તાલીમ દ્વારા તૈયાર થયેલા માસ્ટર ટ્રેનર્સ હવે ગ્રામ્ય કક્ષાએ બાલિકા પંચાયતના સભ્યોને માર્ગદર્શન આપશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application