BREAKING NEWS

દેવભૂમિ દ્વારકામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાણવડ મુકામે યોજાશે

  • January 26, 2026 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે રિહર્સલ યોજાઈ

​​​​​​​

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ભુતવડ રોડ, ન્યાય મંદિર સામે, ભાણવડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે.


આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે હેતુસર નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમની પૂર્વતૈયારી રૂપે રિહર્સલ યોજવામાં આવી હતી.

રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેક્ટરએ ધ્વજવંદન, માર્ચ પાસ્ટ, પરેડ નિરીક્ષણ, પ્રાસંગિક ઉદબોધન, વૃક્ષારોપણ સહિતના આયોજનોનું અવલોકન કરી જરૂરી સૂચનાઓ આપી હતી.


આ ઉપરાંત કાર્યક્રમના દિવસે પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિતની વિગતો અંગે માર્ગદર્શન આપી, તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે ગોઠવવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા  હિત વિવિધ વિભાગના  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application