ગોંડલમાં માંડવીચોક નજીક ટાઉનહોલ સામે પેસેન્જર ભરવાની લ્હાય માં ટ્રાફિકને અવરોધપ થઇ આડેધડ પાકિગ કરતા ઓટોરીક્ષા ચાલકોની મનમાની અંગે અખબારોમાં તસ્વીરો સાથે અહેવાલો પ્રસિદ્ધ થતા પોલીસ એકશન મોડ પર આવી સતત ટ્રાફિકને અવરોધતી રીક્ષાઓ સામે લાલ આખં કરી બે દિવસમાં અઢારથી વીસ જેટલા રીક્ષાચાલકોને દડં ફટકારી ડીટેન કરવાની કાર્યવાહી હાથ ધરતા બેફામ બનીને ટ્રાફિકને અડચણપ બનેલા ઓટોરિક્ષા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. રાત્રે જીલ્લ ા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે ગુન્હાખોરી માટે ચર્ચામાં રહેતા સરકારી હોસ્પિટલ સામેનાં ખાડા વિસ્તાર માં ફુટ પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા નો તાગ એળવ્યો હતો. એ' ડીવીઝનનાં પીઆઇ જે.આર.ઝાલા, બી'ડીવીઝન પીઆઇ જી.એસ.ગઢવી સહિત પોલીસ કાફલાએ સાંજે ટાઉનહોલ, માંડવીચોક, કડીયાલાઈન, બસસ્ટેન્ડ રોડ સહિત સઘન પેટ્રોલિંગ કરી બજારો વચ્ચે વાહનો પાકિગ કરતા બાહત્પબલીઓ તથા બેફામ બનેલા રીક્ષા ચાલકોને કાયદાનું ભાન કરાવ્યુ હતું. ટ્રાફિક અંગે ની રજુઆત જીલ્લ ા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પાસે પંહોચી હોય તેમણે પણ પોલીસ તત્રં ને ટ્રાફિક અવરોધપ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. પોલીસે ટાઉનહોલ, માંડવીચોક સહિત બજાર વિસ્તારો માં માર્ગ ને અવરોધપ વાહનો કે રીક્ષા ચાલકોને શાન માં સમજી જવા ચેતવણી ઉચ્ચારી છે.અને ટ્રાફિક અંગે નું અભિયાન ચાલુ રહેશે તેવું જણાવ્યુ હતું.પોલીસ ની ટ્રાફિક અંગે ની આક્રમક કાર્યવાહી ને કારણે રાજમાર્ગેાપર આડેધડ પાકિગ કરતા વાહનચાલકો શિસ્તબદ્ધ બન્યા હતાં.અને સર ભગવતસિહ નાં રાજમાર્ગેા ફરી એકવાર પહોળા નજરે પડતાં હતાં