ભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકના પગલે જિલ્લા પોલીસ સર્તક

  • May 08, 2025 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગત તા.૨૨ના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ૨૬ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. જે બાદ કેન્દ્ર સરકાર એકશનમાં આવી હતી અને ગત રાત્રે જ ઓપરેશન સીંદુર હેઠળ એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં આવેલ આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. જે બાદ ગુજરાતમાં પણ સરકાર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તમામ પોલીસ વડાઓને એલર્ટ રહેવા તાકીદ આપતા ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના  સિહોર સહિત જિલ્લા પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. 
ગઈ રાત્રે ભારતીય સેના દ્વારા એર સ્ટ્રાઈક કરી પાકિસ્તાની આતંકવાદી અડ્ડાઓ પર  હુમલા કરી અનેક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ત્યારે તેના અનુસંધાને ભારતભરમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ ન થાય તે માટે કેન્દ્ર સરકાર ખાસ દેશભરમાં નજર રાખી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે. અને ડીજીપીએ તમામ જીલ્લાઓના વડાને ખાસ જે તે વિસ્તારમાં નજર રાખવા માટે આદેશો આપ્યા છે. જે અંગે ભાવનગર શહેર ઉપરાંત સિહોર સહિત જિલ્લાભરની પોલીસ સર્તક બની છે. અને સઘન પેટ્રોલિંગ સાથે શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ખાસ કરીને પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે તેમજ શંકાસ્પદ પ્રવૃતિઓ પર ખાસ નજર રાખવા સ્ટાફને આદેશ કરવામાં આવ્યો છે. તેમજ શહેરની વિવિધ ટીમો પણ શહેરભરમાં નજર રાખી રહી છે. અને સંવેદનશીલ વિસ્તારમાં પણ સઘન પેટ્રોલીંગ કરી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ થતી નથીને? તેના પર નજર રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ જો કોઈ ગેરકાયદેસર કે શંકાસ્પદ હીલચાલ સામે આવે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.
નોંધનીય છે કે એરસ્ટ્રાઇક બાદ રાજ્યની  તમામ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની રજા તાકીદની અસરથી રદ કરી રજા પર રહેલા પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓને ફરજ પર હાજર થવા આદેશ જારી કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application