BREAKING NEWS

ઉપલેટા પંથકમાં વરસાદને કારણે સમઢિયાળાથી ભીમોરા સુધીમાં ડાયવર્ઝન રસ્તાઓ ધોવાયા

  • July 07, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા પંચાયતના સભ્ય મજબુત હત્પંબલે ધોવાયેલ રસ્તો ફરી બનાવડાવતા વાહન વ્યવહાર ફરી શરૂ થયા


ઉપલેટા પંથકમાં છેલ્લ ા બે દિવસથી ૮થી ૧૦ ઈંચ વરસાદ વરસી જતાં ઉપલા કાંઠાના કહેવાતા સમઢિયાળાથી ભિમોરા સુધીના ગ્રામ્ય વિસ્તારના ડાયવર્ઝન રસ્તાઓ ધોવાઇ જતાં જિલ્લ ા પંચાયતના સભ્ય મજબુત હત્પંબલ દોડી ગયા હતાં.
સામા કાંઠા વિસ્તારની સમઢિયાળા ગામથી ભિમોરા ગામ સુધી નવો રસ્તો બની રહ્યો છે ત્યારે જયાં પુલના કામ ચાલતા હોવાથી સમઢિયાળા તલંગણા, મજેઠી, લાઠ, ભિમોરા, કુંઢેચ સહિત ગામો વચ્ચે આવતા પુલ અને નાલાના કામો માટે કાઢવામાં આવેલ કામચલાઉ રસ્તો ડાયવર્ઝન ધોવાઇ જતાં છેલ્લ ા ત્રણ દિવસ થયા વિધાર્થીઓ અભ્યાસ માટે ઉપલેટા આવ ન શકતા આ વાતની જાણ જિલ્લા પંચાયતના સભ્ય મજબુત હત્પંબલને થતાં તેઓ ચાલુ વરસાદે તમામ ગામોની મુલાકત લઇ વિવિધ સ્થળે ચાલી રહેલા કામોને નિરીક્ષણ કરી જયાં ધોવાણ થયેલ હતું તે તમામ ડાયવર્ઝન રસ્તાઓ કોન્ટ્રાકટરને સાથે રાખી પુન: શરૂ કરાવ્યા હતાં.
જયારે ભિમોરા અને મજેઠી પાસે ભુંગરા નાખવાના હોવાથી ત્યાં તાત્કાલીક સાધનો બોલાવી કામગીરી શરૂ કરી દેતા સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થતાં સાંજથી રાબેતા મુજબ એસટી બસો સહિતના વાહનો ચાલુ થઇ ગયા હતાં. આમ ૧૨ કિ.મી. સુધીના રોડમાં ધોવાયેલા ડાયવર્ઝનો જાગૃત જિલ્લ ા પંચાયતના સભ્ય મજબુત હત્પંબલને કારણે ઝડપી શરૂ થતાં ગામોના સરપંચો અને આગેવાનોમાં આનદં ફેલાયો હતો. આ કામગીરી દરમિયાન તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટ જાવિયા, સંજય વિરડા, સુનિલ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News