BREAKING NEWS

રેસકોર્સ રિંગ રોડ ઉપર તા.૧૬મીથી દિવાળી કાર્નિવલ, લેસર શો યોજાશે

  • October 08, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી તા.૧૬ થી તા.૨૦ દરમ્યાન સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ (દિવાળી કાર્નિવલ)નું રેસકોર્ષ રિંગ રોડ ખાતે ભવ્ય આયોજન કરાયું છે. આ વર્ષે કાર્નિવલ થીમની ટેગલાઈન સ્વચ્છ, હરિયાળું અને રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ રાખવામાં આવી છે.

તા.૧૬ ઓક્ટોબરે રોજ સાંજે પાંચ વાગ્યે આર.એમ.સી.પ્લોટ, આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે, કિશાનપરા ચોક, રેસકોર્ષ ખાતે સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનો શુભારંભ સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે થશે.

તા.૧૭ના રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો બપોરે ચાર કલાકથી રંગોળી તૈયાર કરશે. રંગોળી તા.૧૮ થી તા.૨૦ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે.

તા.૧૮ના રોજ રાત્રે ૭ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે.

તા.૧૯ અને તા.૨૦ના રોજ બહુમાળીભવન ચોક ખાતે મ્યુઝિકલ બેન્ડ યોજાશે.

રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.૧૬થી તા.૨૦ સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરાશે. રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.સ્વચ્છ, હરિયાળું, રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તા.૧૬ થી ૨૦ દરમ્યાન રાત્રે ૧૨ કલાક સુધી રહેશે.

ઉપરોક્ત કાર્યક્રમો માણવા માટે પધારવા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ઉપરોક્ત ઉત્સવ માણવા પધારવા સર્વે રાજકોટવાસીઓને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application