BREAKING NEWS

રાજકોટિન્સો જલ્સો કરવા તૈયાર થઈ જાવ...રેસકોર્સ રિંગ રોડ પર કાલથી દિવાળી કાર્નિવલ, લેસર શો સહિતના કાર્યક્રમો

  • October 15, 2025 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ઉપર આવતીકાલથી દિવાળી કાર્નિવલનો ભવ્ય પ્રારંભ થશે. આ વર્ષે કાર્નિવલ થીમની ટેગલાઇન સ્વચ્છ, હરિયાળું અને રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ રાખવામાં આવી છે. આવતીકાલે સાંજે પાંચ વાગ્યે આર.એમ.સી.પ્લોટ, આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે, કિસાનપરા ચોક, રેસકોર્ષ ખાતેથી દિવાળી કાર્નિવલનો શુભારંભ સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે કરવામાં આવશે.


વિશેષમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે આવતીકાલે તા.૧૬ ઓક્ટોબરના સાંજે કાર્નિવલનો પ્રારંભ થયા બાદ તા.૧૭મીએ રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો બપોરે ચાર કલાકથી રંગોળી તૈયાર કરશે. રંગોળી તા.૧૮ થી ૨૦ સુધી રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે.


તા.૧૮ના રોજ રાત્રે ૭ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે.

તા.૧૯ અને તા.૨૦ના રોજ બહુમાળીભવન ચોક ખાતે મ્યુઝિકલ બેન્ડ યોજાશે.

રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.૧૬થી તા.૨૦ સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન રહેશે. રેસકોર્સ રિંગ રોડ ખાતેના એન્ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બનશે.

સ્વચ્છ, હરિયાળું, રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કાલે તા.૧૬થી ૨૦ દરમ્યાન રાત્રે ૧૨ કલાક સુધી રહેશે.

ઉપરોક્ત કાર્યક્રમો માણવા પધારવા સર્વે રાજકોટવાસીઓને રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓએ ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application