જામનગરમાં ઇલેકટ્રીક ઉપકરણોની બજારમાં ગ્રાહકો દ્રારા દિવાળીની શુકનવંતી ધૂમ ખરીદીથી તેજીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જીએસટી ઘટાડા અને ઇલેકટ્રોનીકસ શો-રૂમો દ્રારા આકર્ષક યોજનાથી ગ્રાહકોને એલઇડી ટીવી, રેફ્રીજરેટર,વોશીંગ મશીન સહીતની વસ્તુઓની ખરીદીમાં જબ્બર ફાયદો મળી રહ્યો છે. ચાલુ વર્ષે દિપાવલીના તહેવારોમાં રેકર્ડબ્રેક ઇલેકટ્રોનીક વસ્તુઓની ખરીદીનો વેપારીઓનો સ્પષ્ટ મત દર્શાવ્યો છે. અનેક લાભાલાભથી ઇલેકટ્રીક ઉપકરણોની ખરીદી ગ્રાહકોની પહેલી પસંદ બની છે.
દિપાવલી એટલે રોશનીનો તહેવાર. જામનગરમાં દરેક તહેવારની જેમ દિવાળીનો તહેવાર લોકો દર વર્ષે ધામધૂમથી ઉજવે છે. આ વર્ષે પણ શહેરીજનોમાં દિવાળીના તહેવારની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ તહેવારમાં જુદી-જુદી શુકનવંતી ખરીદી કરવાનું અનોખું મહત્વ છે. ત્યારે દર વર્ષ કરતા ચાલુુ વર્ષે દિવાળીના તહેવારને અનુલક્ષીને ઇલેકટ્રીક ઉપકરણોની ધૂમ ખરીદી થઇ રહી છે. જેનું મુખ્ય કારણ ઇલેકટ્રીક ઉપકરણોની ખરીદીમાં જીએસટીમાં નોંધપાત્ર ઘટાડો કારણભૂત છે. તદઉપરાંત શહેરના નામાંકીત ઇલેટ્રોનીકસના શો-રૂમો દ્રારા ઇલેકટ્રોનીક ઉપકરણોની ખરીદી પર ખાસ ડીસ્ટકાઉન્ટ, ચોકકસ ગીફટ સહીતની આર્કષક યોજનાથી પણ ઇલેકટ્રીક ઉપકરણોની ખરીદી ગ્રાહકોની પહેલી પસંદ બની હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. હાલમાં ગ્રાહકો ઇલેકટ્રીક ઉપકરણોની ખરીદી માટે ઉમટી રહ્યા છે. ત્યારે દિવાળની તહેવારોમાં આ વર્ષે રેકર્ડબ્રેક ખરીદી થશે તેમ શહેરના નામાંકીત ઇલેકટ્રોનીક શો-મના વેપારીઓએ જણાવ્યું છે.

એલઇડી ટીવી, એસીની વધુ માંગ, ગ્રાહકો માટે આકર્ષક ઓફર: દીલીપભાઇ મકીમ
જામનગરના ખૂબજ જાણીતા કેતન ઇલેકટ્રોનીકસ શો-રૂમના દીલીપભાઇ મકીમે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોને કારણે ઇલેકટ્રોનીક ઉપકરણોની ધૂમ ખરીદી ગ્રાહકો કરી રહ્યા છે. જીએસટીમાં ઘટાડાની સાથે ૭૫ ટકા ડીસ્કાઉન્ટ, એકચેન્જ પર રૂ.૧૦૦૦૦નું બોનસ, ૨૬ ટકા સુધીનું ક્રેડીટ કાર્ડ કેશબેક, ૧૧૦૦૦ સુધીની ચોકકસ ગીફટ સહીતની સુવિધાથી ગ્રાહકોને બમ્પર ફાયદો થઇ રહ્યો છે. આથી દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગ્રાહકો ઉત્સાહભેર ઇલેકટ્રોનીક ઉપકરણોની ખરીદી કરી રહ્યા છે. ચાલુ વર્ષે જીએસટીના ઘટાડા સાથે અનેકવિધ યોજનાથી ઇલેકટ્રોનીક ઉપકરણોની કીંમતમાં ઘરખમ ઘટાડો થતા ચાલુ વર્ષે ઇલેટ્રોનીક ઉપકરણોની ઐતીહાસીક ખરીદી થશે તેમાં બેમત નથી.
ઇલેકટ્રોનીક ઉપકરણોની કીંમતમાં ધરખમ ઘટાડાથી ગ્રાહકોને ખૂબજ ફાયદો: અર્ષભાઇ મહેતા
જામનગરમાં નામાંકીત ઇલેટ્રોનીકસ શો-રૂમ મહાવીર ઇલેકટ્રોનીકસના અર્ષભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જીએસટીમાં ઘટાડાથી ઇલેકટ્રોનીક ઉપકરણોની કીંમતમાં ધરખમ ઘટાડો થતા ગ્રાહકોને ખૂબજ ફાયદો થઇ રહ્યો છે. ખાસ કરીને આ વર્ષે એલઇડી ટીવી, રેફ્રીજરેટર, વોશીંગ મશીનની માંગ ખૂબજ વધુ છે. ચાર દરવાજાના રેફ્રીજરેટર, ત્રણ વર્ષની વોરંટીવાળા ઓ-એલઇડી ટીવી,૧૦૦ ટકા કપડા સૂકવતા વોશર ડ્રાયર વોશીંગ મશીનની ખરીદી ગ્રાહકો વધુ કરી રહ્યા છે. જીએસટીમાં ઘટાડાની સાથે એલજી કંપની દ્રારા ઓફર ઉપરાંત ક્રેડીટ કાર્ડમાં ૨૬ ટકા કેશબેક,દરેક ઇલેકટ્રોનીક ઉપકરણોની ખરીદીમાં ચોકકસ ગીફટ,એકચેન્જ ઓફરને કારણે ઇલેકટ્રોનીક ઉપકરણોની ખરીદી ખૂબજ થઇ રહી છે. જે હજુ આગામી દિવાળીના તહેવારોમાં વધશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ડીસ્કાઉન્ટ સહીતની યોજનાથી ઇલેકટ્રોનીક વસ્તુની ખરીદી ગ્રાહકોની પહેલી પસંદ:સોહમભાઇ પારેખ
જામનગરના ખ્યાતનામ ઇલેટ્રોનીકસ ઉપકરણોના શો-રૂમ જે.ટી.પારેખ એન્ડ કંપનીના સોહમભાઇ પારેખે જણાવ્યું હતું કે, જીએસટીમાં ઘટાડાથી ઇલેકટ્રોનીક ઉપકરણોની કીંમતમાં જબ્બર ફાયદો થતા ગ્રાહકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં ઇલેકટ્રોનીક ઉપકરણોની શુકનવંતી ખરીદી ગ્રાહકો હોશભેર કરી રહ્યા છે. જીએસટીમાં ઘટાડાની સાથે ૩૦ થી ૬૫ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ, ઇલેકટ્રોનીક ઉપકરણોની ખરીદી પર ચોકકસ ગીફટ, કોઇપણ ઉપકરણોની ખરીદી પર લકકી ડ્રો, એકચેન્જ ઓફર સહીતની જુદી જુદી યોજના ગ્રાહકોને બમણો ફાયદો થઇ રહ્યો છે. આ વર્ષે મીકચર, ઇન્ડકશન, ગેસના ચુલા, ઇલેકટ્રોનીક ટોસ્ટર સહીતની ઇલેકટ્રોનીક વસ્તુઓની ખરીદી ગ્રાહકોની પહેલી પસંદ બની છે. હજુ દિવાળીના તહેવારોમાં ઇલેકટ્રોનીક ઉપકરણોની ધૂમ ખરીદી થશે તેમ તેમણે જણાવ્યું હતું.
કીંમતમાં ઘટાડાની સાથે આધુનીક ટેકનોલોજીથી ઇલેકટ્રીક આઇટમની ખરીદી વધુ: મોઇઝભાઇ બકરી
જામનગરના ટોચના ઇલેકટ્રોનીક શો-રૂમ યુનાઇટેડ એજન્સીના મોઇઝભાઇ બકરીએ જણાવ્યું હતું કે, જીએસટીમાં ઘટાડાથી ઇલેકટ્રોનીક આઇટમોની કીંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આટલું જ નહીં અત્યાધુનીક ટેકનોલોજીવાળા ઇલેટ્રોનીક ઉપકરણોની ખરીદી વધુ થઇ રહી છે. ખાસ કરીને ઇન્ડકશન સગડી, ટીવી, રેફ્રીજરેટર, વોશીંગ મશીન, એસીની ખૂબજ વધુ ડીમાન્ડ છે. જીએસટીના ઘટાડાની સાથે ઇલેકટ્રોનીક ઉપકરણોની ખરીદીમાં એકસચેન્જ ઓફર, રૂ.૪૫૦૦ વળતર, ચોકકસ ગીફટ,૧૦થી ૧૫ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ,જુના ઉપકરણોનું નોંધપાત્ર વળતરથી ગ્રાહકો ઇલેકટ્રોનીક ઉપકરણોની જોશભેર ખરીદી કરી રહયા છે. ઇલેકટ્રોનીક ઉપકરણની સાથે અલ્કલાઇન વોટરની આરો સીસ્ટમની ખરીદી પણ ગ્રાહકો ઉત્સાહભેર કરી રહ્યા છે. હજુ દિવાળની ઇલેકટ્રોનીક ઉપકરણોની રેકર્ડબ્રેક ખરીદી થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.