BREAKING NEWS

જામનગર  : હાપા માર્કેટીંગ યાર્ડમાં દિવાળીના મીની વેકેશન બાદ મગફળીની મબલખ આવક

  • November 01, 2025 05:26 PM 

 
હાપા માર્કેટીંગ યાર્ડમાં દિવાળીના મીની વેકેશન બાદ મગફળીની મબલખ આવક થવા પામી છે, ખાસ કરીને ૯ નંબરની મગફળીની માંગ વેચાણમાં વધારે જોવા મળી હતી, ખેડુતો દ્વારા ૫ હજાર ગુણી આજે ૫૦ વાહનોમાં આવી હતી, ગઇકાલે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી હોવાના કારણે યાર્ડની કામગીરી સંપુર્ણ બંધ હતી, આજે મગફળીની મબલખ આવક થવા પામી છે, માવઠાના માહોલના કારણે ગત સપ્તાહે યાર્ડ દ્વારા ખેડુતોને મેસેજ કરીને મગફળી નહીં લાવવા સુચના આપવામાં આવી હતી, ત્યાર બાદ બીજા દિવસે તમામ ખેડુતોને મગફળી લાવવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા.


માવઠાના કારણે સમગ્ર જીલ્લાના ખેડુતોની દશા દયનીય બની ગઇ છે, ઘણા વર્ષો બાદ દિવાળીના તહેવારો બાદ પણ વરસાદ યથાવત રહેવા પામ્યો છે.


 જેના કારણે ખેડુતોના ઉભા પાકને પારાવાર નુકશાન થવા પામ્યુ છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં જણસોની સુચારૂ વ્યવસ્થા હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડુતો પોતાની જણસો વેચાણ અર્થે લાવતા હોય છે અને દક્ષીણ ભારતના વેપારીઓ જામનગર મગફળી લેવા માટે દર વર્ષે આવતા હોય છે, જામનગરમાં હાલતમાં મગફળી જીણી, મગફળી જાડી, મગફળી ૬૬ નંબર અને મગફળી ૯ નંબરની આવક થાય છે. જેમાં મગફળી જીણીના ભાવ ૯૫૦ થી ૧૧૫૦, મગફળી જાડીના ૮૦૦ થી ૧૧૧૦, ૬૬ નંબરના ૯૦૦ થી ૧૩૦૦ અને ૯ નંબરના ૧૦૦૦ થી ૧૬૩૦ સુધીના ભાવો બોલાય છે.


ગુ‚વારે થયેલ આવક પર દ્રષ્ટિપાત કરીએ તો યાર્ડમાં ૧૩ર૬૪ ગુણી, ર૮૪૪૯ મણ જે પૈકીની ૧ર૬૯૩ વેંચાણ થઇ હતી, કુલ ખેડૂતો ૪૦૯ પોતાની જણસો લઇને આવ્યા હતા, સૌથી વધુ ભાવ જી‚નો ર૯૦૦ થી ૩૬૩૩પ બોલાયો હતો, જ્યારે સૌથી ઓછો ભાવ સુકી ડુંગળી ૧૦૦ રૂપિયાથી ર૭પ બોલાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application