નિવૃત્તિ (Retirement) સમયે પોતાના હાથમાં એક મોટું ફંડ હોય તેવું દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે. 50 વર્ષની ઉંમર સુધીમાં 1 કરોડ રૂપિયાનું ફંડ (Corpus) બનાવવું એ એક ઉત્તમ નાણાકીય લક્ષ્ય છે. જો યોગ્ય ઉંમરે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી (SIP) શરૂ કરવામાં આવે, તો આ લક્ષ્ય ખૂબ જ આસાનીથી પૂરું કરી શકાય છે. ચાલો જાણીએ કે ઉંમરના હિસાબે તમારે કેટલું રોકાણ કરવું જરૂરી છે.
મ્યુચ્યુઅલ ફંડ SIP અને કમ્પાઉન્ડિંગનો પાવર
લાંબા ગાળે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે શાનદાર પ્રદર્શન કર્યું છે. અહીં આપણે રોકાણ પર સરેરાશ 12% વાર્ષિક રિટર્ન ધ્યાનમાં રાખીને ગણતરી કરીશું. તમે કઈ ઉંમરે રોકાણ શરૂ કરો છો, તેના પર જ આધાર રાખે છે કે તમારે દર મહિને કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે.
30 વર્ષની ઉંમરે શરૂઆત (20 વર્ષનો સમય):
જો તમે 30 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરો છો, તો તમારી પાસે 20 વર્ષનો સમય હોય છે અને કમ્પાઉન્ડિંગનો સૌથી વધુ ફાયદો મળે છે. 1 કરોડના ટાર્ગેટ માટે તમારે દર મહિને માત્ર 10,875 રૂપિયાની SIP કરવી પડશે.
35 વર્ષની ઉંમરે શરૂઆત (15 વર્ષનો સમય):
આ ઉંમરે શરૂ કરવા પર સમય ઘટીને 15 વર્ષ થઈ જાય છે, તેથી તમારે દર મહિને અંદાજે 21,020 રૂપિયાની SIP કરવી પડશે (જે 30 વર્ષની સરખામણીએ 93% વધુ છે).
40 વર્ષની ઉંમરે શરૂઆત (10 વર્ષનો સમય):
40 વર્ષની ઉંમરે માત્ર 10 વર્ષ જ બચતા હોવાથી, 1 કરોડનું ફંડ બનાવવા માટે દર મહિને આશરે 46,640 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
સ્ટેપ-અપ SIP (Step-up SIP) દ્વારા ઘટાડો બોજ
જો તમે શરૂઆતમાં મોટી રકમની એસઆઈપી ન કરી શકો, તો 'સ્ટેપ-અપ SIP' શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં તમે નાની રકમથી શરૂઆત કરીને દર વર્ષે આવક વધ્યા પ્રમાણે એસઆઈપીમાં વધારો કરી શકો છો. વાર્ષિક 5% વધારા સાથે 1 કરોડનું ફંડ બનાવવું વધુ સરળ બને છે:
30 વર્ષની ઉંમરે: સામાન્ય 10,875 ને બદલે માત્ર 7,850 રૂપિયાથી શરૂઆત કરી શકો.
35 વર્ષની ઉંમરે: 21,020 ને બદલે 16,160 રૂપિયાથી કામ ચાલી જશે.
40 વર્ષની ઉંમરે: 46,640 ના બદલે 37,130 રૂપિયાથી શરૂઆત કરી શકાય.