BREAKING NEWS

જામનગર : આરબલુસ ગામમાંથી ડીગ્રી વગરનો ડોકટર પકડાયો

  • October 03, 2025 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર, જીલ્લામાં ગત મહિનામાં મેડીકલને લગત ડીગ્રી ન હોવા છતા દવાની દુકાનો ખોલીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા બોગસ ડોકટરોને એસઓજીની ટુકડીએ પકડી લીધા હતા, ઉપરાંત દ્વારકા જીલ્લામાં પણ એક પછી એક ડીગ્રી વગરના ડોકટરો ઝપટમાં આવ્યા હતા, આમ હાલારમાં ટુંકાગાળામાં બે ડઝન જેટલા મુન્નાભાઇ એમબીબીએસ ઝપટમાં આવતા જાણ બોગસ ડોકટરોનો રાફડો ફાટયો હોય તેવુ ચિત્ર ઉપસ્યુ હતું. દરમ્યાન લાલપુર પંથકના આરબલુસ ગામમાં વધુ એક બોગસ ડોકટર એસઓજીની ઝપટમાં આવ્યો છે.


જામનગર જીલ્લા પોલીવડા ડો. રવિ મોહન સૈની દ્વારા જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરુઘ્ધ અસરકાર કાર્યવાહી કરવા સુચના આપી હતી, જે અનવ્યે ગ્રામ્ય ડીવાયએસપી દેવધાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ ચૌધરીની સુચનાથી સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


એસઓજી સ્ટાફને બાતમી મળેલ કે લાલપુર તાલુકાના આરબલુસ ગામ, એલસી-૮ ગેઇટ સામે આવેલી માર્કેટમાં પશ્ર્ચિમ બંગાળનો શખ્સ ઉદયન અધીર મેડીકલ ડોકટરને લગત ડીગ્રી ધરાવતો ન હોવા છતા દવાખાનું ખોલી દર્દીઓ તપાસી અલગ અલગ પ્રકારની દવાઓ અને ઇન્જેકશન આપીને પૈસા વસુલે છે જે હકીકત આધારે એસઓજીની ટુકડીએ દરોડો પાડી મુળ પશ્ર્ચિમ બંગાળ નદીયા જીલ્લા કિશનગંજ તાલુકાના ચંદનનગરના વતની અને હાલ આરબલુસ એલસી-૮ ગેઇટ સામે રહેતા ઉદયન અધીર બિશ્ર્વાસને પકડી લીધો હતો.
​​​​​​​

દરોડા દરમ્યાન બોગસ ડોકટરના કબ્જામાંથી જુદી જુદી દવાઓ, સ્ટેથોસ્કોપ, બાટલા વિગેરે સાધનો મળી કુલ ૯૦૧૫નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુઘ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં મેડીકલ પ્રેકટીશનર્સ એકટ ૧૯૬૩ની કલમ તથા બીએનએસ કલમ ૧૨૫ મુજબ ફરીયાદ દાખલ કરાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application