મેઘપર ગામમાં ડીગ્રી વિનાનો ડોકટર પકડાયો

  • June 06, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીનો દરોડો : દવા અને મેડીકલના સાધનો મળી આવ્યા


મેઘપર ગામમાં વધુ એક ડીગ્રી વીનાનો ડોકટર પોલીસની પકડમાં આવ્યો છે તેની પાસેથી દવાઓ અને સાધનો મળી આવ્યા હતા, મેડીકલ પ્રેકટીશનર્સ એકટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

જામનગર વિસ્તારમાં ડીગ્રી વીના દવાખાના ખોલીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહેલા તત્વો અવાર નવાર ઝપટમાં આવે છે તાજેતરમાં જ મેઘપર વિસ્તારમાંથી બોગસ ડોકટરો પકડાયા હતા દરમ્યાન વધુ એક ઝપટમાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ જામનગર એસઓજીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે આ અંગે બાતમી મળી હતી જેના આધારે મુળ પશ્ર્ચિમ બંગાળના કમાલપુર ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા સુકુમાર મનોહર હલદાર (ઉ.વ.૪૯) નામનો શખ્સ મેઘપર ગામમાં મેડીકલ ડોકટરને લગત કોઇ ડીગ્રી ધરાવતો ન હોવા છતા અહીં દવાખાનુ ખોલી દર્દીઓ તપાસી દવા આપતો હતો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પૈસા વસુલ કરતો હતો આથી આ અંગેની બાતમીના આધારે એસઓજીએ તેને પકડી પાડયો હતો.
તેના કબ્જામાંથી દવાઓ તથા સાધનો મળી કુલ ૨૫૫૯નો મુદામાલ કબ્જે કરાયો હતો સુકુમાર હલદારની વિરુઘ્ધ મેઘપર પડાણા પોલીસમાં મેડીકલ પ્રેકટીસનર્સ એકટ ૧૯૬૩ની કલમ ૩૦ તથા ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૨૫ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application