BREAKING NEWS

ગુજરાતની SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 4.34 કરોડ મતદારો નોંધાયા, 73.73 લાખ વોટર્સના નામ કપાયા, આ લિંક પર ચકાશો તમારૂ નામ

  • December 19, 2025 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવી હતી. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર જાહેર કરાઈ છે. 4.34 કરોડ મતદારો નોંધાયા છે અને 73.73 લાખ મતદારોના નામ કપાયા છે. ત્યારે આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે કોઈ મતદારનું નામ ન હોય તો તેઓ વાંધો રજૂ કરી શકશે. મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. મતદાર પોતાનું નામ ચકાસી શકે છે. તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં ચકાસવા અહીં ક્લિક કરો.


73,73,327 મતદારોના નામ દૂર કરાયા

રાજ્યમાં BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા અને બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં. ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 થઈ ગઈ છે. એટલે કે, SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.​​​​​​​


કયા કયા મતદારોના નામ દૂર કરાયા

અવસાન પામેલા મતદારો- 18,07,278

ગેરહાજર મતદારો- 9,69,662

કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- 40,25,553

બે જગ્યાએ નોંધાયેલા મતદારો- 3,81,470 હતા.

અન્ય- 1,89,364 હતા.


મતદાર પોતાનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે ચકાસી શકશે

વેબસાઇટ http://ceo.gujarat.gov.in

વોટર પોર્ટલ : voters.eci.gov.in

ECINET App

BLO પાસેથી

જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી 


મતદાર યાદીમાં નામ નોંધાવવા માટેની સૂચના

 તા.1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરા કરનાર યુવાનો ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદી કે જે તા.17-2-2026ના રોજ પ્રસિદ્ધ થવાની છે તેમાં દાખલ કરાવી શકે છે.

જો આપનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો.

જો ડ્રાફ્ટ મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.

ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.


27 ઓક્ટોબરે શરૂ થયું હતું SIR અભિયાન

નોંધનીય છે કે, 27મી ઓક્ટોબરે SIR અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ મતદાર યાદી સુધારણા કામગીરી વિવાદમાં સપડાઇ હતી કેમકે, વધુ પડતાં કામના બોજને પગલે પાંચેક બુથ લેવલ ઓફિસરના મૃત્યુ થયા હતાં જેના કારણે હોબાળો મચ્યો હતો. એટલુ જ નહીં, રાજ્ય ચૂંટણી પંચ પર માછલા ધોવાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application