જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની કામગીરી છતાં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે.રાણાવાવ ચોકમાં ગટર જામ થવાથી રસ્તા પર ગંદા પાણી વહી રહ્યા છે. અને હેડ કવાર્ટર સુધી ગંદા પાણીની રેલમ છેલમ જોવા મળી રહી છે.વેપારીઓ દ્રારા એક માસથી તંત્રને રજૂઆત કરવામાં આવી છે.પરંતુ તેનો નિકાલ થયો નથી. દિવાળીના નજીકમાં છે. દુકાન પાસે જ પાણી વહેતા હોવાથી તાત્કાલિક ગટર સાફ કરાવે તેવી માંગ ઉઠી છે. યોગ્ય કામગીરી નહીં કરાય તો દિવાળી સમયે દુકાને બધં રાખવી પડે તેવી સ્થિતિ સર્જાય છે
જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા ભૂગર્ભ ગટરની કામગીરી પાછળ ૩૫૦ કરોડની રકમનું આંધણ કયુ છે.બીજા ફેસમાં પણ વધુ કરોડોની રકમ ફાળવવામાં આવી છે. માંગનાથ રોડ પાસે રસ્તાની કામગીરી કર્યા બાદ ગટરનું કનેકશન રાણાવાવ ચોક તરફ આપવામાં આવ્યું હતું.જે ગટર જામ થઈ જવાથી બે માસથી ગંદુ પાણી ચેમ્બરમાંથી ઉભરાઈ રહ્યું છે.વેપારીઓના જણાવ્યા મુજબ નવરાત્રી પૂર્વે મહાનગરપાલિકાને ગટરની કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કાર્યવાહી માત્ર કાગળ પર જ રહી છે. પરંતુ સામાન્ય રજૂઆતનો પણ નિકાલ થતો નથી.
રાણાવાવ ચોકથી હેડ કવાર્ટર સુધી પાણીની રેલમ છેલમથી વિસ્તાર વાસીઓને પણ મુશ્કેલી થઈ રહી છે. સંતૂર હોટલની ગલીમાં હનુમાનજીના મંદિર પાસે ગંદા પાણી પહોંચી રહ્યા છે.રાણાવાવ ચોક વિસ્તારના વેપારીઓ દ્રારા ગટર સાફ કરવા માંગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech