અરબી સમુદ્રના નોર્થ ઈસ્ટ ભાગમાં દરિયાની સપાટીથી 1.5 કીલોમીટરની ઊંચાઈ પર ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે અને તેના કારણે ગઈકાલ રાતથી દરિયાકાંઠાના વિસ્તારો સહિત રાજ્યભરના મોટાભાગના વિસ્તારના વાતાવરણમાં નાટ્યાત્મક પરિવર્તન આવી ગયું છે. ગઈકાલે રાત્રે 9:30 વાગ્યા આસપાસથી પવનની દિશા બદલાઈ હતી અને ભેજવાળો ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું હતું.
ગુજરાતની આસિસ્ટન્ટ આજે સવારે કચ્છ પર છવાઈ ગઈ છે અને રાજસ્થાનમાં સાઉથવેસ્ટ દિશામાં પણ અપર એર સાયકલોની સર્ક્યુલેશન હોવાથી આ બંને સિસ્ટમો એકબીજાની ખૂબ નજીક આવી ગઈ છે. તેના કારણે ભેજનું પ્રમાણ વધી ગયું છે અને ગરમીનું પ્રમાણ ઘટી ગયું છે. દીવ, દ્વારકા, ઓખા, પોરબંદર અને વેરાવળમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીથી નીચે આવી ગયો છે. દ્વારકામાં 28.3 ઓખામાં 29 પોરબંદરમાં 29.5 અને વેરાવળમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આવી જ રીતે રાજ્યના અન્ય શહેરોમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ભાવનગરમાં 33 રાજકોટમાં 34.4 ભુજમાં 35 કંડલામાં 31 અને નલિયામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તો વધારાનું પ્રમાણ નોંધપાત્ર છે. ભુજ અને દમણમાં આજે સવારે કંડલામાં 89, નલિયામાં 85, પોરબંદરમાં 78, વેરાવળમાં 74 અને સુરતમાં 70% ભેજ આજે સવારે નોંધાયો છે દરિયા કાંઠે ન હોવા છતાં રાજકોટમાં પણ આજે સવારે 81% ભેજ નોંધાયો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફ વર્ષા થઈ રહી છે. આગામી તારીખ બે માર્ચના રોજ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું હોવાથી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહે તેવું લાગે છે.