સોમનાથની મુલાકાતે આવનારા દ્રૌપદી મુર્મુ બીજા મહિલા રાષ્ટ્ર્રપતિ: તડામાર તૈયારીઓ
સોમનાથની મુલાકાતે આવનારા દ્રૌપદી મુર્મુ બીજા મહિલા રાષ્ટ્ર્રપતિ: તડામાર તૈયારીઓ
October 09, 2025 11:25 AM
વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જયોતિલિગમાંનુ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ૧૦ ઓકટોબરના રોજ ભારતના રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ આવી રહ્યા છે ત્યારે સોમનાથ આવનારા તેઓ બીજા મહિલા રાષ્ટ્ર્રપતિ હશે. આ અગાઉ રાષ્ટ્ર્રપતિ પ્રતિભા પાટીલ સોમનાથ મહાદેવના દર્શને આવી ચૂકયા છે. આગામી ૧૦ ઓકટોબરે રાષ્ટ્ર્રપતિ પ્રથમ રાજકોટ એરપોર્ટથી ખાસ હેલીકોપ્ટર દ્રારા સવારે ૧૧ વાગ્યે સોમનાથના ત્રિવેણી સંગમ ખાતેના હેલીપેડ ખાતે આવશે. યાં પ્રોટોકોલ મુજબ સન્માન અને પોલિસ ગાર્ડ ઓફ ઓનર આપશે.ત્યાથી સીધા મોટર માર્ગે સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વલ્લ ભભાઈ પટેલી પ્રતિમાને ફલહાર કરી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે વિશ્રામ–ભોજન બાદ બપોરના ૩ વાગ્યા આસપાસ હેલીકોપ્ટર દ્રારા સાસણ જવા રવાના થશે
આઠ રાષ્ટ્ર્રપતિ સોમનાથ ભગવાનને શીશ નમાવી ચૂકયા છે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર યોતિલિગની પ્રાણ: પ્રતિ ા જ તત્કાલિની રાષ્ટ્ર્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે તા.૧૧–૫–૫૧ના રોજ થયેલ છે અને ત્યારબાદ પ્રથમ રાષ્ટ્ર્રપતિ ડો.શંકર દયાળ શર્માના હસ્તે સોમનાથ મંદિર બાંધકામ પૂર્ણ થયા બાદ તા.૧–૧૨–૯૫ના રોજ રાષ્ટ્ર્રને સોમનાથ મંદિર અર્પણ કરાયું હતું. જે વિધીમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્ર્રપતિ ડો. સર્વપલ્લ ી રાધાકૃષ્ણન સોમનાથ આવી ચૂકેલા છે. રાષ્ટ્ર્રપતિ જ્ઞાની ઝૈલસિંગ તા. ૩૦–૪–૮૭ના રોજ સોમનાથ આવી ચૂકેલા છે. તો રાષ્ટ્ર્રપતિ પ્રતિમા પાટીલ તા. ૩–૧૦–૦૯ના રોજ સોમનાથ આવેલા હતા. તેમજ રાષ્ટ્ર્રપતિ પ્રણવ મુકરજી તા.૧–૧૨–૧૫ના રોજ સોમનાથ આવ્યા હતા તો રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદજી તા.૨–૧૦–૧૭ના રોજ આવેલા હતા તેમજ આર. વૈકટરામન પણ સોમનાથની મુલાકાત કરી ચૂકેલા છે.વિદેશના રાષ્ટ્ર્રપતિઓ સોમનાથ નેપાળના પાષ્ટ્ર્રપતિ વિધાદેવી ભંડારી તા.૧૯–૪–૧૭ના રોજ સોમનાથ આવેલા હતા. તા.૭–૧–૨૩ના રોજ સુરીનામ દેશ(દક્ષિણ આફ્રિકા)ના રાષ્ટ્ર્રપતિ ચંદ્રીકાપ્રસાદ સંતોષીએ સોમનાથ મહાદેવના દર્શન–પૂજન કર્યા હતા.