રાજકોટ શહેરમાં ગઈકાલે બીજી ઓક્ટોબર ગાંધીજયંતી અને વિજયાદશમી પર્વ સંદર્ભે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ ના ધંધાર્થીઓ પર દરોડા પાડવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન શહેરની પીસીબી બ્રાન્ચ, એલસીબી બ્રાન્ચ તેમજ જુદા જુદા પોલીસ મથકની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ પર 40 જેટલા દરોડા પાડી દેશી અને ઇંગલિશ દારૂ તેમજ હદપારી ભંગ કરતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ગઈકાલે બીજી ઓક્ટોબર ગાંધીજયંતી અને વિજયાદશમી પર્વ સંદર્ભે શહેર માં દારૂની બદીને ડામી દેવા અને દારૂના ધંધાર્થીઓ પર દરોડા પાડવા એક ખાસ ડ્રાઇવ નું આયોજન કરવા તેમજ અન્ય ગેર પ્રવૃતિઓ પર રેડ કરવા આદેશ કર્યા હતા.
જેના પગલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ના ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન વન હેતલ પટેલ, ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈ એસીપી બીબી બસીયા અને જુદા જુદા ઝોનના એસીપીના માર્ગદર્શન હેઠળ શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડ્રાઈવમાં પીસીબી બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ જે હું પીએસઆઈ ટીબી ત્રાજીયા સહિતની અલગ અલગ ટીમો બનાવી શહેરના પવનપુત્ર ચોક રામનાથપરા, રાજનગર,મધુરમ ઇન્ડસ્ટ્રીઝ, રયાધાર, મફતિયાપરા, નવાગામ, સંતકબીરરોડ, પોપટપરા સ્મશાન નજીક, નાનામવા આંબેડકરનગર, વાલકેશ્વર સોસાયટી કેકે વી હોલ પાછળ સહિત ના વિસ્તારોમાં 16 જેટલા દરોણા પાડી 208 લીટર જેટલો દેશી દારૂ તેમજ 36 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી લીધા હતા તેમજ હદપારી ભંગ કરતા બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત એલસીબી ઝોન વન પીએસઆઇ બલભદ્રસિંહ ચુડાસમા અને ટીમે શહેરના રાજ લક્ષ્મી સોસાયટી, ચુનારાવાડ, કોઠારીયા રોડ સોલવન્ટ, માંડા ડુંગર, સહિતના વિસ્તારમાં પાંચ જેટલા દરોડા પાડી 15 લીટર દેશી દારૂ તેમજ પાંચ બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા જ્યારે એલસીબી ઝોન 2 પી એસ આઇ આર એચ ઝાલા અને ટીમે માલવિયા નગર અને યુનિવર્સિટી પોલીસમાં થક વિસ્તારમાં દેશી દારૂ અંગેના દરોડા પાડ્યા હતા.
જ્યારે શહેરના ઝોન વન અને ઝોન ટુ વિસ્તારના એ ડિવિઝન, બી ડિવિઝન, થોરાળા,ભક્તિનગર, માલવીયાનગર, કુવાડવા, ગાંધીગ્રામ, યુનિવર્સિટી,આજીડેમ, પ્ર નગર, એરપોર્ટ પોલીસ મથકના ડીસ્ટાફે જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડી બુટલેગરોને દેશી અને વિદેશી દારૂ સાથે ઝડપી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેર પોલીસ દ્વારા યોજવામાં આવેલ આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન કુલ 40 જેટલી દારૂ અંગેની રેડ પાડી અંદાજે 250 લીટર જેટલો દેશી દારૂ તેમજ વિદેશી દારૂ અને હદપારી ભંગ કરતા આરોપીઓને ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.