BREAKING NEWS

લાઠી નજીકથી ટ્રકમાં લઇ જવાતો ૭૩૪૪ બોટલ વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો

  • July 01, 2026 09:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાઠી પોલીસે અમરેલી રોડ પર દ્રારકાધીશ હોટેલ નજીકથી ટ્રકમાં તાલપત્રીની આડમાં લઇ જવાતો ૭૩૪૪ બોટલ દા કી.૧૯,૨૪,૮૦૦ સાથે ચાલકને ઝડપી પાડી દાનો જથ્થો, ટ્રક અને મોબાઈલ મળી કુલ .૨૬,૩૬,૮૦૦નો મુદામાલ કબ્જે કરી ડ્રાઇવરની પુછપરછ કરતા આ દા તારાપુરથી અમરેલીના લાલા ધાંખડાએ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે લાલા ધાખડા સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
લાઠી પોલીસ મથકના પીઆઈ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ.મનીષભાઈ જાની, શૈલેષભાઈ કામળીયા, પો.કોન્સ.વિશ્વજીતસિંહ ગોહિલ, સુનિલભાઈ રાઠોડ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, જીજે ૧૪ એકસ ૯૩૯૩ નંબરનો તમન્ના લખેલો ટ્રક અમરેલી તરફ આવી રહયો છે જેમાં મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દાનો જથો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે લાઠી પોલીસની ટીમે અમરેલી રોડ પર આવેલી દ્રારકાધીશ હોટેલ પાસે વોચ ગોઠવતા પસાર થતા ટ્રકને રોકી ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ આશીફ યુસુફભાઇ ખોખર (રહે–ઢસા જંકશન, લાઠી)નો હોવાનું જણવ્યું હતું. પોલીસે ટ્રકની તાલપત્રી હટાવી જોતા તેમાં જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દાનો પેટીઓ જોવા મળતા ટ્રકને લાઠી પોલીસ મથકે લાવી ગણતરી કરવામાં આવતા ૭૩૪૪ બોટલ દા મળી આવતા દા, ટ્રક અને મોબાઈલ કબ્જે કરી ડ્રાઇવરની પુછપરછ હાથ ધરી હતી. જેમાં આ દા અમરેલીના લાલા ધાખડાએ તારાપુરથી ટ્રક આપ્યો હતો અને અમરેલી સુધી પહોંચતો કરવાનું કહ્યું હતું. ચાલકની કબૂલાતના આધારે પોલીસે લાલા ધાખડા સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. લાલાના પકડાયા બાદ આ દા અમરેલીના કોને આપવાનો હતો અને કયાંથી મગાવવામાં આવ્યો હતો સહિતની માહિતી સામે આવી શકે છે. પોલીસે તપાસ યથાવત રાખી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application