BREAKING NEWS

પોર્શ અને બીએમડબલ્યુ વચ્ચે રેસમાં કાર ડિવાઇડર સાથે અથડાતા ચાલક ગંભીર

  • October 09, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આધુનિક યુગમાં સગવડો તો આધુનિક બનતી જ જાય છે અને સુવિધાઓ વધવાની સાથે લોકોના શોખ પણ આસમાની સુલતાની ભોગવવા માટે એક અલગ જ હાઈટ પકડે છે અને તેના માટે ક્યારેક ગંભીર દુર્ઘટના સર્જી બેસે તેનું પણ ભાન રહેતું નથી. મોંઘીદાટ કર ઘરમાં હોવી જરૂરી નથી બની રહ્યું, તેની ઉચ્ચ્તમ ગતિએ કાર ચલ્વીને લોકોને ચોકાવી દેવાની લ્હાયમાં યુવાનો જીવ પણ જોખમમાં મુકતા અચકાતા નથી.મુંબઈમાં ગઈ રાતે આવી જ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.


દેશની આર્થિક રાજધાની મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર રેસ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે પોર્શ અને બીએમડબ્લ્યુ કારના ચાલકો બેફામ ગતિએ પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો અને પોર્શ કાર ડિવાઇડર સાથે અથડાઈ, જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બંને કાર ખૂબ જ ઝડપે દોડી રહી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં પોર્શને ભારે નુકસાન થયું હતું.જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે, પરંતુ વધુ કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. અકસ્માતના ફોટા સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે, જેમાં પોર્શનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત દેખાય છે. મુંબઈના રસ્તાઓ મોડી રાતે નિર્જન બની ગયા બાદ આ બન્ને કારના ચાલકો રમતે ચડ્યા હતા અને કારમાં રેસિંગ શરુ કર્યું હતું જેના કારણે અકસ્માત થયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application