BREAKING NEWS

યુક્રેનમાં ભારતીય ફાર્મા પ્લાન્ટ પર ડ્રોન હુમલો રૂા.૪૦૦ કરોડનું જંગી નુકસાન

  • October 05, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુક્રેનના સુમીમાં ભારતના કુસુમ ગ્રુપના એક મુખ્ય ફાર્મા પ્લાન્ટ પર રશિયન ડ્રોન દ્રારા હત્પમલો કરવામાં આવ્યો છે. આ હત્પમલામાં એક વ્યકિતનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. સુત્રો અનુસાર, પ્લાન્ટની મુખ્ય ઇમારતને ભારે નુકસાન થયું હતું અને તેનો મોટો ભાગ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. રાહત અને બચાવ કામગીરીમાંથી બહાર આવેલા ડેટાના આધારે મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધુ ફેરફાર થઈ શકે છે.
ડ્રોન હત્પમલા પછી જાહેર કરાયેલા વીડિયો અને ફોટામાં પ્લાન્ટની આસપાસથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. હત્પમલાથી ફાર્માસ્યુટિકલ પ્લાન્ટના મુખ્ય માળખાને નોંધપાત્ર નુકસાન થયું હતું. સ્થાનિક અધિકારીઓ નુકસાન અને જાનહાનિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. કુસુમ ગ્રુપનો આ પ્લાન્ટ રશિયા–યુક્રેન યુદ્ધ દરમિયાન પણ સતત કાર્યરત હતો. હત્પમલા બાદ કંપનીને નોંધપાત્ર નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ નુકસાન ઓછામાં ઓછું ૪૦૦ કરોડ હોઈ શકે છે.કુસુમ ગ્રુપે ૧૯૯૪ માં યુક્રેનમાં ભારતીય દવાઓના વિતરક તરીકે તેનો વ્યવસાય શ કર્યેા હતો. તે સમયે, કંપની ભારતમાંથી યુક્રેનમાં દવાઓ મોકલતી અને વિતરણ કરતી હતી. હાલમાં, આ જૂથ ભારતીય નાગરિક રાજીવ ગુા દ્રારા ચલાવવામાં આવે છે. ૨૦૦૨ માં, કંપનીએ અન્ય કંપનીઓના ઉત્પાદનોનું વિતરણ બધં કયુ અને પોતાની બ્રાન્ડની દવાઓનું માર્કેટિંગ શ કયુ. ત્યારબાદ, જૂથે ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યેા. ભારતમાં તેનો પહેલો ઉત્પાદન પ્લાન્ટ ૨૦૦૭ માં ખુલ્યો હતો, યારે ૨૦૦૯ માં યુક્રેનના સુમીમાં એક ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ સ્થાપિત થયો હતો. ત્યારબાદ ભારતમાં બે વધુ પ્લાન્ટ ખોલવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application