BREAKING NEWS

જામનગર : મેઘપર પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ ડ્રગ્સ પ્રકરણનો આરોપી પંજાબથી પકડાયો

  • February 16, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં ૮૩ લાખના હેરોઇનના જથ્થા સાથે પંજાબી શખ્સોને એસઓજીએ પકડી મેઘપર પોલીસને સોપ્યા હતા જેમાં એક આરોપી ચકમો આપીને ફરાર થઇ ગયો હતો એ પછી જુદી જુદી ટુકડીઓ દ્વારા તપાસ હાથ ધરી હતી. આરોપીને પંજાબથી પકડી લીધો હતો.


ગત તા. ૭ના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ૮૩ લખાના હેરોઇન જથ્થાનો કેસ નોંધાયો હતો જેમાં પંજાબી શખ્સોને પકડી લીધા હતા. દરમ્યાન પોલીસ કસ્ટડીના આરોપી વિશાલસિંઘ મટ્ટુ પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો આથી ચારે તરફ દોડધામ મચી હતી  દરમ્યાન એસપી ડો. રવિ મોહન સૈની, એએસપી પ્રતીભાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, મેઘપર, પંચકોશી સહિતની અલગ અલગ ટીમો દ્વારા સધન તપાસ કરી હતી આરોપી વતનમાં હોવાની બાતમી મળી હતી.


દરમ્યાન પંચ-બીના પીઆઇ રાઠોડ, એસઓજીના પીએસઆઇ ખેર, હેડ કોન્સ લાખનસિંહ જાડેજા, એસઓજીના જયેશ પેઢરીયા, પંચ-બીના જયદીપસિંહ જાડેજા સહિતની ટીમ પંજાબ પહોચી હતી અને આરોપી વિશાલસિંઘ જસ્વીન્રસીંઘ ઉર્ફે જસવીરસીંઘ મટુને પકડી પાડયો હતો અને જામનગર લાવી હતી. આ કામગીરીમાં એલસીબી પીઆઇ લગારીયા તથા ટીમ, એસઓજી પીઆઇ ચૌધરી, પીએસઆઇ ખેર તથા ટીમ, પંચ-બીના પીઆઇ વી.જે. રાઠોડ, મેઘપર પડાણાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

​​​​​​​આરોપીની વતનથી અટકાયત કરી સધન પુછતાછ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી પોલીસ જાપ્તામાંથી નાશી જતા એસપી દ્વારા આકરા પગલા લઇને મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના ૩ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application