BREAKING NEWS

ઉનામાં નશેડીએ રિક્ષાચાલક અને તબીબ સાથે માથાકૂટ કરી

  • June 30, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનામાં નશેડીએ રિક્ષાચાલક અને તબીબ સાથે માથાકૂટ કરી

ઉના શહેર અને તાલુકો જાણે ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં ના હોય તેમ લાગે છે. દારૂબંધી છે પણ કાગળ ઉપર છે. શહેર અને તાલુકામાં ઠેક ઠેકાણે દેશી અને વિદેશ દારૂનું ખુલ્લે  આમ વેચાણ થાય છે. યુવા ધન દારૂના વ્યસનમાં બરબાદ થઇ રહ્યું છે. થોડા દિવસો પહેલા ઉના તાલુકાના સિલોજ ગામે એક ખેત મજૂરનું દેશી દારૂ પીવાથી મોત થયું હતું, વધુ એક યુવાન રાજેન્દ્ર ઉર્ફે રાજનભાઈ રસિકભાઈ સોલંકી (રહે. ઉના ઓમકાર ચોક) ગઈકાલે રાત્રે ટાવર ચોક પાસે એક મેડિકલ સામે રીક્ષા લઈને ઊભેલા રોહિત રાણાભાઇ છેલણાને પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી લાકડી વતી માર મારી મૂઢ ઈજાઓ કરી અને જો હવે પેસેન્જર ભરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા રીક્ષાચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન ત્યાંથી તેમના મિત્ર વિપુલભાઈને સાથે લઈ ઉના સરકારી હોસ્પિટલ સારવાર માટે ગયા હતાં ત્યાં ફરજ ઉપરના ડોકટર કિશનસિંહ ભરતસિંહ પરમારે તેને તપાસી માથામાં ઇજા હોય ટાંકા લેવા પડશે તેમ કહી સારવાર શરૂ કરતા હતા ત્યારે રાજનએ ઉશ્કેરાઈ જઈ મારે પહેલા પોલીસ ફરિયાદ કરવી છે. પછી સારવાર કરવી છે તેમ કહી રાજન અને તેમના મિત્ર વિપુલ ડોકટર સાથે માથાકૂટ કરી ગાળો આપતા ડોકટરે પોલીસને બોલાવી બન્ને આરોપી સામે ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જુદા જુદા ત્રણ ગુના નોંધ્યા હતાં




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News