BREAKING NEWS

વિરાણી ચોક પાસે નશામાં ધૂત રીક્ષા ચાલકે ધોકો લઇ ભારે ઉધમ મચાવી

  • August 05, 2026 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિરાણી ચોક પાસે નશામાં ધૂત રીક્ષા ચાલક ધોકો લઇ જાહેરમાં ભારે ઉધમ મચાવી હતી. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. બીજીતરફ આ ઘટના અંગે એ.ડિવિઝન પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, એ.ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રવિભાઇ બાવળવા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન રાતના ૧૨ વાગ્યે વિરાણી ચોક પાસે એક શખસ પોતાની એક ઓટો રીક્ષા નં. જીજે-૦૩-એ.ડબલ્યુ-૫૧૭૦ સર્પાકાર રીતે પોતે ચલાવીને આવતો હોય જેને ચેક કરવા માટે રોકતા તે શખસ કેફી પીણુ પીધેલ હાલતમા હોય તેવુ જણાય આવતા તુરંત જ તેની અટક કરી નામ પુછતા વાહન ચાલકે પોતાનું નામ બકુલ ચંદુલાલ મહેતા (ઉ.વ.પ૨, રહે. વિરાણી ચોક) હોવાનુ થોથરાતી જીભે જણાવેલ હતું અને પોતાના શરીરનું સમતોલન પણ જાળવી શકતો ન હોય બકુલ ચંદુલાલ મહેતાની અટક કરી રીક્ષા કબજે કરી ગુનો નોંધ્યો હતો. જોકે મોડી રાત્રે વાઇરલ થયેલ વીડિયોમાં રીક્ષા ચાલક બેફામ નશાની હાલતમાં પોતાની રિક્ષામાંથી એક ધોકો કાઢી યુવકની પાછળ મારવા દોડતો હોય તેવું પણ સામે આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News