BREAKING NEWS

દાદરમાં ઇલેકટ્રોનિક ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે

  • May 16, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ : પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં આવેલા દાદર ખાતે ઇલેકટ્રોનિક ઇન્ટરલોકિંગની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આજની સૌરાષ્ટ્ર્ર એકસપ્રેસ અને કાલની સૌરાષ્ટ્ર્ર મેલ ટ્રેનમાં ફેરફાર થનાર છે. રાજકોટના સિનિયર ડીસીએમ સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આજે તા. ૧૫.૦૫.૨૦૨૬ના રોજ રાત્રે પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર– દાદર સૌરાષ્ટ્ર્ર એકસપ્રેસ બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેમજ આવતીકાલે તા.૧૬. ૦૫. ૨૦૨૬ના રોજ સવારે ઓખાથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખા–દાદર સૌરાષ્ટ્ર્ર મેલ ઓખાથી ૨ કલાક ૧૫ મિનિટ મોડી ઉપડવા માટે રિશેડુલ કરવામાં આવી છે. આ સાથે આ ટ્રેન બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application