દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી દ્વારા જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન ૧૧ માસથી નાસતા ફરતા આરોપી હશન ભેસલીયાને પકડવામાં આવેલ છે.
પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તેમજ દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા તેમજ નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડ દ્વારકા વિભાગની સુચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની સ્પેશ્યલ ડ્રાઇવ ચાલુ હોય,જેથી પો.ઇન્સ એ.એલ.બારસિયાની સુચનાથી તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારકા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીગમાં હતા, તે દરમ્યાન પો.હેડ કોન્સ કુલદીપસિંહ વનરાજસિંહ જાડેજા તથા ઇન્દ્રસિંહ જીલુભા જાડેજા તથા હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા તથા એ.એસ.આઈ રાણાભાઈ રણમલભાઇ વાઘેલાનાઓની સંયુક્ત ચોકકસ બાતમી હકીકત આધારે દ્વારકા પો.સ્ટે.બીએનએસ કલમ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાના કામના હસન સીદીક ભેસલિયા જાતે.મુસ્લીમ ઉવ.૪૮, ધંધો માછીમારી રહે. રૂપેણબંદર આરોપી અગીયાર માસથી નાસતો ફરતો હોય જે આરોપીને પકડી પાડી ધોરણસર અટક કરી તેના વિરૂધ્ધમાં આગળની કાર્યવાહી દ્વારકા પો.સ્ટે દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરી દરમ્યાન પોલીસ ઇન્સપેકટર એ. એલ. બારસિયા, એ.એસ.આઇ રાણાભાઈ રણમલભાઈ વાઘેલા,પો.હેડ કોન્સ કુલદીપસીહ વનરાજસીહ જાડેજા,પો.હેડ કોન્સ ઇન્દ્રસીહ જીલુભા જાડેજા,પો.હેડ કોન્સ હરપાલસીહ ઘનશ્યામસીહ ઝાલા હજાર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application