દ્વારકાનો કળિયુગી શ્રવણ

  • May 23, 2025 11:11 AM 

​​​​​​​

પ્રૌઢ મહિલાને માર મારતા પુત્ર, પુત્રવધુ સામે ફરિયાદ


દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા હેમુબેન ઉર્ફે બુદ્ધિબેન થાર્યાભા જામ નામના 52 વર્ષના પ્રૌઢ મહિલાએ તેમની સાથે રહેતા તેમના પુત્ર જીતુભા ઉર્ફે મુળુભા તેમજ પુત્રવધુ કૈલાશબેન જીતુભા જામ સામે તેમને બિભત્સ ગાળો કાઢી, કુહાડી વડે માર મારી ઇજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવી છે.


ફરિયાદી હેમુબેન ઉર્ફે બુદ્ધિબેન જામને તેમની પુત્રવધુ કૈલાશબેનની ચડામણીથી પુત્ર જીતુભા દ્વારા વારંવાર વિવિધ પ્રકારે પરેશાન કરવામાં આવતા હતા. આટલું જ નહીં, પુત્રવધુ કૈલાશબેને થોડા દિવસો પૂર્વે તેમને ઘર ખાલી કરીને જતા રહેવાનું કહી, માર માર્યો હતો. માતાની પુત્ર-પુત્રવધુ સાર સંભાળ રાખતા ન હોવા ઉપરાંત તેમને વિવિધ પ્રકારે ત્રાસ આપી, પરેશાન કરતા હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે દંપતી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એલ.કે. કાગળિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application